DAHODGUJARAT

દાહોદ સબ જેલ ખાતે “વિશ્વ એઈડ્સ દિવસ ૨૦૨૫” નિમિતે મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

તા.૦૬.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સબ જેલ ખાતે “વિશ્વ એઈડ્સ દિવસ ૨૦૨૫” નિમિતે મેડીકલ કેમ્પનુ આયોજન

આજ રોજ તા.૦૬.૧૨.૨૦૨૫ના રોજ દાહોદ સબ જેલ ખાતે પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના વડા ડૉ.કે.એલ.એન.રાવ તથા અશ્વિન ચૌહાણ તથા અધિક્ષક એમ.એલ.ગમારાનાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાના મા.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદયકુમાર ટીલાવત ,એમ.ઓ. ડૉ.ધવલભાઈ તાવિયાડ,ડો.હર્ષિતભાઈ ચારેલ.એલ.ટી. અતુલભાઈ પરમાર, ફાર્માસીસ્.મિલનભાઈ ચૌહાણ, સિકલસેલ કાઉન્સીલર દિનેશભાઈ પરમાર,જગદીશભાઈ પસાયા,વિવેકભાઈ ભુરિયા અને મેડીકલ સ્ટાફ દ્વારા ૧ લી ડિસેમ્બર “વિશ્વ એઇડ્સ દિવસ” નિમિતે તા.૦૬/૧૨/૨૦૨૫ના રોજ દાહોદ સબ જેલ ખાતે GSNP+( ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વીથ એચ.આઇ.વી.એઇડ્સ) સંસ્થા દ્વારા ચાલતુ પ્રિઝન્સ ઇન્ટરવેશન પ્રોગ્રામ, દીશા DAPCU (ડિસ્ટ્રીક્ટ એઈડ્સ પ્રિવેંશન કંટ્રોલ યુનિટ),દાહોદ સિવિલ હોસ્પીટલ દ્વારા પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જેલ અધિક્ષક એમ.એલ.ગમારા હાજર રહી પોગ્રામ ને સફર બનાવાયો હતો.જે અંતર્ગત “વિશ્વ એઇડ્સ દિવસ “૨૦૨૫ નું Overcoming Disrupption Transforming The AIDS” થીમ હેઠળ બંદીવાનોમાં એચ.આઇ.વી.સાથે જીવતા લોકોના માનવ અધિકારના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બનાવવા તેમજ એચ.આઇ.વી.ની માહિતી આપવામા આવી આ પોગ્રામ માં બાંધીવાનોએ પ્રશ્નોત્તરી પરિક્ષામાં ભાગ લઈ અંક પ્રાપ્ત કર્યા હતા.જેમાં બંધીવાનો ને પ્રોત્સાહિત કરવા પ્રથમ, દ્વીતિય,ત્રીતીય ક્રમાંક આપી ઈનામ આપવામાં આવ્યું હતું.અને ૨૦૦ જેટલા બંદીવાનોનુ મેડીકલ તપાસ અને ૫૦ બંદીવાનોના એક્સ-રે લેવામાં આવેલ.આશરે ૨૦૦ જેટલા કેદીઓએ કેમ્પમાં ભાગ લીધેલ હતો.

Back to top button
error: Content is protected !!