GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
SOG પોલીસે કાલોલ તાલુકાના મોકળ ગામે ઝોલાછાપ ડોક્ટરને એલોપથી દવાઓ સાથે ઝડપી પાડ્યો.

તારીખ ૧૮/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
એસઓજી પોલીસ સ્ટાફ ગોધરા સીવિલ હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર તેમજ સણસોલી પીએચસી સેન્ટરના મેડીકલ ઓફિસર અને ફાર્માસિસ્ટ સાથે કાલોલ તાલુકાના મોકળ ગામે રોડ ફળિયામાં દવાખાનુ ચલાવતા ઈસમની તપાસ કરતા અરવિંદભાઈ લાલાભાઇ મકવાણા ઉ. વ. ૫૦ રે. મહેલોલ પાસે તબીબી પ્રેક્ટિસ બાબતે અને દવાઓ રાખવા માટે ડિગ્રી માંગતા પોતાની પાસે આવી કોઈ ડિગ્રી નહી હોવાનું જણાવ્યું હતુ. પોલીસે એલોપથી દવાઓ અને મેડિકલ સાધનો રૂ ૪૩,૯૦૦/ નો મુદામાલ કબજે કરી અરવિંદભાઈ લાલાભાઇ મકવાણા સામે ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટિશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ કાર્યવાહી કરી ઝોલાછાપ ડોક્ટરની અટકાયત કરી હતી.






