GUJARAT

ડી.જી.વી.સી.એલ.વિજિલન્સ વિભાગની 12 ટીમોએ વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધર્યું

ઝગડીયાના રાજપારડી પંથકના ગામોમાંથી 10 લાખ ઉપરાંતની વિજચોરી ઝડપાઇ

ડી.જી.વી.સી.એલ.વિજિલન્સ વિભાગની 12 ટીમોએ વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધર્યું

f

ઝગડિયા તાલુકાના રાજપારડી પંથકમાં આવતા ગામોમાં શુક્રવારે વહેલી સવારે
ડી.જી.વી.સી.એલ.વિજિલન્સ વિભાગની 12 ટીમોએ આકસ્મિક દરોડા પાડીને 10 લાખ ઉપરાંતની વિજચોરી ઝડપી પાડી હતી. શુક્રવારના રોજ વહેલી સવારે શિયાળાની ઋતુમાં લોકો મીઠી નિંદરમાં હતા ત્યારે ડી.જી.વી.સી.એલ.વિજિલન્સ વિભાગની 12 ટીમો ત્રાટકી હતી અને વિવિધ ગામોના વીજ જોડાણોની જિણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં રાજપારડી, વણાંકપોર,તરસાલી,ભાલોદ, વિગેરે ગામોમાં વિજચોરી કરતા 18 જેટલા ગ્રાહકો પકડાયા હતા. આ વિજચોરી કરતા ગ્રાહકોને 10 લાખ રૂપિયા ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ડી.જી.વી.સી.એલ.વિજિલન્સ વિભાગની 12 ટીમો તેમજ પોલીસ બંદોબસ્ત સાથે 13 જેટલા વાહનોના કાફલાએ કુલ 261 જેટલા વીજ જોડાણો તપાસ્યા હતા જેમાં 18 જેટલાં વીજ મીટરોમાં ચેડાં તેમજ અન્ય અવનવી તરકીબો વાપરી વિજચોરી બહાર આવી હતી આકસ્મિક આવેલા વીજ ચેકિંગથી વિજચોરી કરતા તત્વોમાં દોડધામ મચી જવા પામી હતી

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!