BODELICHHOTA UDAIPURGUJARAT

શહેરના વિકાસને વેગ આપવા જિલ્લા કલેક્ટર દ્વારા બોડેલી નગરપાલિકા વિજન મીટ નુ આયોજન

 બોડેલીને સુવ્યવસ્થિત, આધુનિક અને પ્રગતિશીલ નગર તરીકે વિકસાવવાના હેતુથી છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને બોડેલી વિઝન મીટનું આયોજન કરવામાં આવ્યુ બોડેલીના સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે સામૂહિક ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, યુવા સશક્તિકરણ, આર્થિક વિકાસ, પર્યાવરણ, સ્વચ્છ શહેર અભિયાન, રોજગાર સર્જન, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ તેમજ ડિજિટલ અને સ્માર્ટ શાસન જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.બોડેલીને સુવ્યવસ્થિત નગર બનાવવા માટે સરકાર, નગરપાલિકા અને નગરજનોની સંયુક્ત ભાગીદારી ઉપર ભાર મૂકાયો. 2011ની વસ્તી ગણતરી મુજબ 36,880ની વસ્તી ધરાવતું અને સાત વોર્ડમાં વહેંચાયેલું બોડેલી શહેર છોટાઉદેપુર જિલ્લાનું મહત્વનું આર્થિક કેન્દ્ર છે. જિલ્લામાં સૌથી વધુ હોસ્પિટલો, શાળાઓ, વાણિજ્ય વિસ્તાર અને શહેરી રહેણાંક વિસ્તાર બોડેલીમાં આવેલા છે.ગુજરાત સરકાર દ્વારા બોડેલીને નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવતાં વિકાસની નવી તકો ઊભી થઈ છે. શહેરના શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રસ્તા, નિકાસ વ્યવસ્થા, પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ અને સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલમાં GUDM દ્વારા PDCOR નામની પ્રોજેક્ટ કન્સલ્ટન્સીની નિમણૂક કરવામાં આવી છે, જેને સમગ્ર શહેરને આવરી લેતી પાણી પુરવઠા અને ડ્રેનેજ લાઇન માટેનો DPR તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ DPR 90 દિવસમાં તૈયાર કરી સરકારમાં રજૂ કરવાનું જણાવવામાં આવ્યું છે.આ બંને મોટા પ્રોજેક્ટ અંદાજે 80 કરોડ રૂપિયાનાં રહેશે, જેમાં STP, WTP, નવી પાણીની લાઈનો, ભૂગર્ભ ગટર લાઈનો, પંપિંગ સ્ટેશન અને ઓવરહેડ ટાંકીઓનો સમાવેશ થશે.બોડેલી નગરપાલિકાને ‘ક’ વર્ગ મુજબ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આશરે 7 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ રકમમાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રસ્તા, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ અને હાઈ માસ્ટ ટાવર જેવા માળખાકીય વિકાસના કામો કરવામાં આવશે.બોડેલી વિઝન મીટમાં છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લાના ત્રણ ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિત નગરના આગેવાનો, વેપારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકથી બોડેલીના સર્વાંગી વિકાસ માટે નવી દિશા અને દૃષ્ટિ મળી હોવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.

 

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!