MEHSANAVIJAPUR

વિજાપુર મોરવાડમાં સ્વ. સીતાબેન ચીમનભાઈ પટેલની પ્રતિમાનું ભવ્ય અનાવરણ

વિજાપુર મોરવાડમાં સ્વ. સીતાબેન ચીમનભાઈ પટેલની પ્રતિમાનું ભવ્ય અનાવરણ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મોરવાડ ખાતે શ્રી મોરવાડ કેળવણી મંડળ સંચાલિત શ્રી ટી.જી.બી. પટેલ ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલય તથા શ્રીમતી એસ.સી. પટેલ ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે સ્વ. સીતાબેન ચીમનભાઈ પટેલના સ્મરણાર્થે પ્રતિમા અનાવરણ કાર્યક્રમ શાળાના પ્રાંગણમાં ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક રજૂઆતો કરવામાં આવી.
રવિવારે સવારે યોજાયેલા આ સમારંભમાં ડો. કિરણભાઈ કાંતિભાઈ પટેલ (ગવાડા – હાલ મુંબઈ)ના પાવન હાથે સ્વ. સીતાબેન ચીમનભાઈ પટેલની પ્રતિમાનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી સોમાનંદ સરસ્વતીજી મહારાજ (મહેશ્વર મહાદેવ ધામ)ના હસ્તે કુમકુમ તિલકવિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર પ્રાંગણ ભાવવિભોર માહોલથી ગુંજી ઉઠ્યું હતું.સમારંભમાં મુખ્ય અધ્યક્ષ તરીકે કેશુભાઈ ત્રિભુવનદાસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય દાતાશ્રીઓ તરીકે પટેલ પ્રવિણભાઈ ચીમનલાલ, પટેલ મનુભાઈ ચીમનભાઈ તથા પટેલ કુંદનભાઈ મનુભાઈ (મોરવાડ) ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ડો. કિરણભાઈ કાંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિશિષ્ટ અતિથિ તરીકે ડો. ભાવિન કથિરિયા (M.D. Ayu), સહાયક વહીવટી અધિકારી, ગુજરાત ગ્રામ્ય હાઉસિંગ બોર્ડ, ગાંધીનગર, પૂર્વ જિલ્લા સદસ્ય હિતેન્દ્રસિંહ પરમાર તેમજ મોરવાડ ગામ પંચાયતના સરપંચ ડિમ્પલબેન જે. પટેલ શામજી ભાઈ ગોર યોગેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વક્તાઓએ સ્વ. સીતાબેન ચીમનભાઈ પટેલના શિક્ષણક્ષેત્રે અને સમાજસેવામાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમના સેવાભાવી, સંસ્કારમય અને આદર્શ જીવનને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મોરવાડ તેમજ આસપાસના વિસ્તારોમાંથી અગ્રણીઓ, શિક્ષણપ્રેમીઓ, દાતાશ્રીઓ, ગ્રામજનો અને શાળા પરિવારની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ સાથે સમારંભનું સમાપન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!