KALOL(Panchamahal)PANCHMAHAL

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ટીંબા ગામ પ્રા.શાળાના બાળકોએ કેમિકલ મુક્ત જીવન પદ્ધતિ પર પ્રોજેક્ટ તૈયાર કરી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યું.

 

તારીખ ૨૬/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ટીંબા ગામ પ્રાથમિક શાળા તાલુકો ગોધરાના વિદ્યાર્થીઓ કુમારી હેમાંગી અને કુમારી ક્રિષ્ના એ રઘુભાઈ ભરવાડ અને કલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેમિકલ મુક્ત જીવન પદ્ધતિ પર પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.

સંપૂર્ણ આત્મનિર્ભર ભારત અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટનો ઉપયોગ કરી 1.નેચરલ કુલિંગ સિસ્ટમ ફ્રીજ(A) 2. નેચરલ કુલિંગ સિસ્ટમ ફ્રીજ (B) 3.પ્રાકૃતિક વોટર કુલર 4.નેચરલ સાબુ 5. સ્વાસ્થ્યવર્ધક ચંપલ 6.દિવ્ય શક્તિ આસન 7.મુલતાની માટી મિક્સર મશીન 8.સાબુ બનાવવાનું મશીન 9.અન્ન રક્ષક પીપ જેવા આત્મનિર્ભર અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ તૈયાર કરી છે. આ તમામ મોડલ્સ વિદ્યાર્થીઓએ શાળામાં બેગ લેસ ડે ની પ્રવૃત્તિઓ દરમિયાન તૈયાર કર્યા છે. વધુ પડતા કેમિકલ યુક્ત પદાર્થોના વપરાશથી માનવજીવન ખતરા રૂપ બન્યું છે. જેમાં રેફ્રિજરેટર,એસી, કેમિકલ યુક્ત સાબુ, ખાદ્ય પદાર્થો અને અનાજની જાળવણીમાં કેમિકલ યુક્ત પદાર્થોનો વપરાશ વધ્યો છે.તેના સ્થાને પ્રાકૃતિક પદાર્થોનો ઉપયોગ કરી માનવ જીવન સ્વસ્થ અને સલામત રહે તેવી પ્રોડક્ટ નું નિર્માણ આ પ્રોજેક્ટમાં કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી ઓને શાળાના આચાર્ય સતીશકુમાર પ્રજાપતિ અને તમામ સ્ટાફ તથા એસએમસી સમિતિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.

Back to top button
error: Content is protected !!