TANKARA:ટંકારાના નેકનામ નજીક ફેક્ટરીમાં માસુમ બાળક પર સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને ગણતરીના કલાકોમાં દબોચી લીધો

TANKARA:ટંકારાના નેકનામ નજીક ફેક્ટરીમાં માસુમ બાળક પર સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને ગણતરીના કલાકોમાં દબોચી લીધો
Box ટંકારા તાલુકાના નેકનામ વિસ્તારમાં ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક પરિવારના માત્ર ર વર્ષના માસૂમ બાળક પર ૩૮ વર્ષના શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે.
ટંકારાના નેકનામ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ઉત્તરપ્રદેશથી આવીને મજૂરી કામ કરતા પરિવારનો ર વર્ષનો માસૂમ બાળક રમી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં જ કામ કરતા અને મૂળ બિહારના વતની રામ વિકાસ (ઉ.વ.૩૮) નામના શખ્સે બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. નરાધમે માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બાળકની હાલત કફોડી થઈ હતી.બનાવ અંગે બાળકના માતા-પિતાએ તાત્કાલિક ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ડી.વાય.એસ.પી. સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પી.આઈ. કે.એમ. છાસિયા અને તેમની ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી રામ વિલાસને નેકનામ વિસ્તારની ફેક્ટરીએથી ઝડપી પાડયો હતો.પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.પોલીસે આરોપીની પૂછ પરછ કરતા માહિતી સામે આવી હતી કે આરોપી અને ભોગ બનનાર બાળકના પિતા સાથે કામ બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી અને તે ઝઘડાનો બદલો લેવાનું વિચાર કર્યો હતો દરમિયાન ઘટના વખતે બાળક આરોપીના લેબર ક્વાટર આસપાસ રમતું હોવાથી આરોપીને તેનો બદલો લેવાનો મોકો મળી ગયો હોય તેમ તેના રૂમમાં લઇ જઈ દુષ્કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી ૫ દિવસના રિમાન્ડ મેળવ્યા તજવીજ હાથ ધરી છે.









