સુરેન્દ્રનગર સાવિત્રીબાઇ ફુલે જન્મ જયંતી નિમિત્તે ગુજરવદીમાં ડ્રગ્સ અવેરનેસ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો

તા.04/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનાઓએ જિલ્લાની શાળા- કોલેજોમાં માદક પદાર્થો (NDPS) વિરૂધ્ધ જનજાગૃતિ ફેલાવવા આપેલી સૂચના મુજબ જિલ્લામાં સતત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ડીવાયએસપી પાર્થ પરમારના સીધા માર્ગદર્શન હેઠળમાં સાવિત્રીબાઇ ફુલેની જન્મ જયંતીના અવસરે ગુજરવદી ગામની શ્રી જ્ઞાનદીપ હાઇસ્કુલ ખાતે વિશેષ ડ્રગ્સ અવેરનેસ અને ‘કારકિર્દી માર્ગદર્શન’ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં એસઓજી પીઆઇ બી.એચ. શીંગરખીયાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે માદક પદાર્થોનું સેવન માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ તેના પરિવાર અને સમગ્ર સમાજને બરબાદ કરે છે તેમણે યુવા પેઢીને ડ્રગ્સના જોખમો વિશે વિસ્તૃત સમજ આપી હતી અને કાયદાકીય પાસાઓથી પણ અવગત કર્યા હતા આ પ્રસંગે સમાજ કલ્યાણ ખાતુંના નાયબ નિયામક કે. આર. મકવાણા તથા સામાજિક કાર્યકર વિનોદભાઇ મકવાણાએ પણ પ્રાસંગિક ઉદ્દ્બોધન કર્યું હતું તેમણે વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહી શિક્ષણ અને રમતગમત જેવા રચનાત્મક કાર્યોમાં ધ્યાન પરોવી પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકો તેમજ ગુજરવદી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ નશામુક્ત રહેવાના અને સમાજમાં જાગૃતિ ફેલાવવાના શપથ લીધા હતા.




