BANASKANTHADEODARGUJARAT

કાંકરેજ તાલુકાના વડા અને લક્ષ્મીપુરા ગામનું ગૌરવ વધાર્યું…

કાંકરેજ તાલુકાના વડા અને લક્ષ્મીપુરા ગામનું ગૌરવ વધાર્યું…

ગુજરાત ટીમમાં ફૂટબોલ અને રગ્બીફૂટબોલ નેશનલ કક્ષાએ અક્ષરા વનરાજસિંહ ઠાકોર અને ખુશી રામસંગજી ઠાકોર ને સ્થાન મળ્યું.

પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ

આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા વડા ગામ માં સ્પોર્ટ્સ પ્રોજેક્ટ કાર્યરત છે અને સ્પોર્ટ્સ પ્રોજેક્ટ માં રોજ સવાર અને સાંજ ફૂટબોલ અને રગ્બીફૂટબોલ ટ્રેનિંગ લઈ રહેલી ખેલાડી અક્ષરા ઠાકોર અને ખુશી ઠાકોર ગુજરાત ની ટીમ માં પસંદગી થયેલ છે ત્યારે બાદ અત્યારે બંને ખેલાડીઓના નેશનલ કેમ્પ માં હિંમતનગર અને ગાંધીનગર મુકામે ટ્રેનિંગ લઈ રહેલ છે ગુજરાત ટીમ ના નેશનલ કેમ્પ પૂર્ણ થયા બાદ ખુશી ઠાકોર સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા sgfi નેશનલ કક્ષાએ મણિપુર ના ઈમ્ફાલ મુકામે રમવા જશે અને અક્ષરા ઠાકોર ભુવનેશ્વર ઓડિશા મુકામે ગુજરાત ની ટીમ તરફ થી રમવા જશે .આ બંને ખેલાડીઓ રોજ સવાર અને સાંજ કોચ હિતેશ પરમાર જોડે વડા મુકામે ટ્રેનિંગ લઈ રહેલ છે અને કઠીન મહેનત થી અત્યારે ગુજરાત ની ટીમ માં સ્થાન પ્રાપ્ત કરેલ છે કોચ હિતેશ પરમાર જણાવ્યું કે આપણા આ વિસ્તાર ના ખેલાડીઓને આવી જ રીતે નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી પહોંચાડવાની કઠિન મહેનત રહેશે..વડા ગામ ના સરપંચ મોબત સિંહ વાઘેલા અને

નચિકેતા વિદ્યામંદિર,થરા. આચાર્ય પટેલ હસમુખભાઈ તેમજ પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત ગ્રામજનો દ્વારા આ બંને દીકરીઓ ને શુભેચ્છા પાઠવી રહ્યા છે..

Back to top button
error: Content is protected !!