THARADVAV-THARAD

થરાદ કોંગ્રેસે મતદાર યાદી સુધારણામાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરી, પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તપાસની માગ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

ભારતના ચૂંટણીપંચ દ્વારા હાલમાં સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ (SIR 2026) ચાલી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત થરાદ વિધાનસભા મતવિસ્તારમાં મોટા પાયે ફોર્મ નંબર ૭ (નામ કમી કરવા) ભરવામાં આવતા કોંગ્રેસે ગેરરીતિની આશંકા વ્યક્ત કરી છે. થરાદ કોંગ્રેસ સમિતિએ આ મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરી વિગતવાર માહિતી અને તપાસની માંગ કરી છે.કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, મતદાર યાદી શુદ્ધ કરવાનો મૂળ હેતુ હોવા છતાં, હાલમાં હજારોની સંખ્યામાં નામો કમી થઈ રહ્યા હોવાનું જણાય છે. ખાસ કરીને થરાદ ગામમાં આશરે ૧૨૦૦ જેટલા મતદારોને ‘તમારો અસલ રેકોર્ડ મળતો નથી’ તેવી નોટિસ આપવામાં આવી છે.કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે જો આ મતદારોનો રેકોર્ડ ઉપલબ્ધ ન હોય, તો તેઓ અત્યાર સુધી મતદાન કેવી રીતે કરતા હતા? અને જો તેમની પાસે ચૂંટણી કાર્ડ (Voter ID) છે, તો રેકોર્ડ નથી એમ કહીને તેમને યાદીમાંથી દૂર કરવા એ અન્યાય છે.આવેદનપત્રમાં કોંગ્રેસે માંગ કરી છે કે, વિધાનસભા મતવિસ્તારમાં ભરાયેલા ફોર્મ નંબર ૭ની પોલિંગ સ્ટેશન અને ભાગ નંબર વાઈઝ વિગતવાર માહિતી તાત્કાલિક પૂરી પાડવામાં આવે. કોઈપણ લાયક મતદારનું નામ પૂરતા પુરાવા વિના અથવા રાજકીય કારણોસર કાપવામાં ન આવે તેની પારદર્શક ચકાસણી કરી અહેવાલ જાહેર કરવામાં આવે.આ ઉપરાંત, જીવિત મતદાર હોવા છતાં ફોર્મ નંબર ૭થી નામ કાપવાની અરજી થયેલ હોય તેવા તમામ કેસોની ગંભીર તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અને તેની વિગત આપવામાં આવે. ફોર્મ નંબર ૭ની અરજી બાદ થતી સ્થળ તપાસ સંપૂર્ણ નિષ્પક્ષ અને પારદર્શક રીતે કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી

Back to top button
error: Content is protected !!