CHOTILAGUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલામાં જામીન ભંગ કરવા બદલ ભરૂચ પોલીસ કર્મચારીને લીંબડી જેલમાં ધકેલાયા

તા.22/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં જામીન ભંગ કરવા બદલ ભરુચ પોલીસ કર્મચારી વિજય ચાવડાને લીંબડી સબ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ચોટીલા દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી ગત તા.25 માર્ચ-2025ના રોજ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ચોટીલાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 126 હેઠળ સુલેહ શાંતિ જાળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી આ કેસમાં રતનપર સુરેન્દ્રનગરના રહેવાસી અને ભરુચ પોલીસ કર્મચારી વિજય ચાવડા પાસેથી કલમ 136 મુજબ એક વર્ષના જામીન લેવામાં આવ્યા હતા ત્યાર બાદ પોલીસ કર્મચારીએ ફરીથી ગુનો આચરી જામીન ભંગ કર્યો હોવાનું સાબિત થયું હતું આથી 15 દિવસ પહેલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ચોટીલા દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું ચોટીલા પોલીસે તેમને કોર્ટમાં હાજર કર્યા હતા 20 જાન્યુ.2026ના રોજ જામીન ભંગનો કેસ સાબિત થતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 141(1)(બી) હેઠળ જેલ વોરંટ ભરી તેમને લીંબડી સબ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!