
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સાપુતારા-વઘઇ આંતર રાજય ધોરીમાર્ગ પર બેફામ દોડતા વાહનોને કારણે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચિરાપાડાથી પોતાના પરિવાર સાથે બાઈક.ન.જી.જે.21.બી.3914 પર સવાર થઈને સાસરવાડી સોનગીર ગામ જઈ રહેલા ઈશાકભાઈ ચૌધરીના પરિવારને એક કાળમુખી ઈનોવા ગાડીએ જોરદાર ટક્કર મારી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત તરફથી સાપુતારા તરફ જઈ રહેલ ઈનોવા ગાડી.ન.જી.જે.05.સી.એસ.8088નાં ચાલકે અત્યંત પૂરપાટ ઝડપે હંકારી લાવી રોંગ સાઈડમાં ઘૂસી જઈને બાઈક સવાર પરિવારને ઉડાવ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર ચારેય સભ્યો રોડ પર ફંગોળાયા હતા.આ કરૂણ દુર્ઘટનામાં ૩૩ વર્ષીય ઈશાકભાઈ શિવરામભાઈ ચૌધરીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, સાથે જ તેમના હાથ અને પગમાં પણ ફેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. તેમની પત્ની પીનાબેન (ઉ.વ.૩૦ વર્ષ) અને બે માસૂમ પુત્રો, જ્હોન (ઉ.વ.૪ વર્ષ) તથા પ્રિન્સ (ઉ.વ.૩ વર્ષ) ને પણ હાથ-પગના ભાગે ગંભીર ફેક્ચર અને નાની-મોટી ઈજાઓ થઈ છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શામગહાનથી આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.સાપુતારા પોલીસે આ મામલે ગુનો નોંધી ઈનોવા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





