ARAVALLIMEGHRAJMODASA

મેઘરજમાં ગાય પર એસિડ હુમલો, પશુપ્રેમીઓ અને ગૌરક્ષકોમાં ભારે રોષ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં ગાય પર એસિડ હુમલો, પશુપ્રેમીઓ અને ગૌરક્ષકોમાં ભારે રોષ


અરવલ્લી : જિલ્લાના મેઘરજ વિસ્તારમાં માનવતા શરમાવે તેવી ઘટના સામે આવી છે. અજાણ્યા અસામાજિક તત્વોએ એક નિર્દોષ ગાય પર એસિડ ફેંકતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગાય પર એસિડ ફેંકાતા તેના શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જીવસેવા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ગાયને સારવાર માટે ખસેડી પશુચિકિત્સકની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી છે.આ ઘટનાને લઈને ગૌરક્ષકો, પશુપ્રેમીઓ તેમજ સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોએ આ કૃત્યને ક્રૂર અને અમાનવીય ગણાવી દોષિત તત્વોને ઝડપથી શોધી તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.ઘટના બાદ સમગ્ર મેઘરજ પંથકમાં ચર્ચાનો વિષય બની છે. સ્થાનિકોમાં અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.

Back to top button
error: Content is protected !!