ARAVALLIMEGHRAJMODASA

મોડાસામાં અપહરણ, ધાડ અને ગુનાહિત કાવતરાના ગંભીર ગુનામાં 6 આરોપીઓ ઝડપાયા, અપહરણ કરાયેલી યુવતીને ગણતરીના કલાકોમાં છોડાવી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં અપહરણ, ધાડ અને ગુનાહિત કાવતરાના ગંભીર ગુનામાં 6 આરોપીઓ ઝડપાયા, અપહરણ કરાયેલી યુવતીને ગણતરીના કલાકોમાં છોડાવી

મોડાસા શહેરમાં બનેલી અપહરણ, ધાડ અને ગુનાહિત કાવતરાની ગંભીર ઘટનામાં અરવલ્લી જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણ કરાયેલી યુવતીને સુરક્ષિત રીતે છોડાવી કુલ છ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ગુન્હાની ગંભીરતા લઈ જિલ્લાની એલસીબી, એસઓજી, મોડાસા ટાઉન પોલીસ તેમજ અન્ય પોલીસ મથકોની કુલ સાત ટીમો બનાવવામાં આવી હતી જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ અને ‘નેત્રમ’ સિસ્ટમની મદદથી પોલીસે ટૂંકા સમયમાં આરોપીઓ સુધી પહોંચી ભોગ બનનાર મહિલાને તેમના કબજામાંથી છોડાવી હતી.

પોલીસ ફરિયાદ મુજબ, માલપુર રોડ, મોડાસાના રહેવાસી મિહિરભાઈ ભીખાભાઈ પંચાલે ડિસેમ્બર-2025માં મેઘરજની અલ્ફીના રહીમભાઈ બાકરોલીયા સાથે પરસ્પર સંમતિથી લગ્ન કર્યા હતા.શુક્રવારે સારવાર માટે મોડાસા આવેલા દંપતી ઓસ્ટ્રેલિયા જવા માટે જરૂરી ફોર્મ ભરવા ડુંગરવાડા રોડ પર આવેલી એક PTE ક્લાસીસમાં પહોંચ્યા હતા. દરમિયાન એક સફેદ રંગની અર્ટીગા કારમાં આવેલા કેટલાક લોકો અલ્ફીનાબેનને બળજબરીથી કારમાં બેસાડી લઈ ગયા હતા. યુવતીને છોડાવવા જતા મિહિરભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની ચેન તેમજ યુવતી પાસે રહેલા અંદાજે રૂ.55 હજાર પણ ઝૂંટવી લેવાયા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન યુવતીને ભરૂચ પાસેથી સુરક્ષિત રીતે છોડાવવામાં આવી હતી અને ઘટનામાં સંડોવાયેલા છ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.પોલીસે તમામ આરોપીઓ સામે અપહરણ, ધાડ અને ગુનાહિત કાવતરાના ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

ઝડપાયેલા આરોપીઓ

અબ્દુલરહીમ ગુલામહુસેન બાકરોલીયા, મેઘરજ

પરવીનબેન અબ્દુલરહીમ બાકરોલીયા, મેઘરજ

સલાઉદ્દીન ગુલામહુસેન બાકરોલીયા, મોડાસા

આસિફ ઉર્ફે લાલાભાઈ ગુલામહુસેન બાકરોલીયા, મેઘરજ

રૂહાન ઇરફાનહુસેન પટેલ, મોડાસા

અરબાજ રહીશભાઈ શેખ, મોડાસા

Back to top button
error: Content is protected !!