MORBITANKARA

પિતા દ્વારા પોતાની સગીર દિકરી ઉપર કરેલ દુષ્કર્મ બનાવમાં આરોપી પિતાને ગણતરીના કલાકોમાં પકડી પાડતી પોલીસ

 

ટંકારા તાલુકા વિસ્તારમાં પિતા દ્વારા પોતાની સગીર દિકરી ઉપર કરેલ દુષ્કર્મના બનાવમાં આરોપી પિતાને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ટંકારા પોલીસ

 

 

રિપોર્ટર મોહસીન શેખ

ટંકારા મુકામે ૧૪ વર્ષની માસુમ દિકરી ઉપર તેના પિતા દ્વારા ગઇ તા.૨૩/૦૧/૨૦૨૬ ના રાત્રીના સમયે તેના જ ઘરમાં દુષ્કર્મ આચરેલ હોય જે બનાવ બાબતે ટંકારા પો.સ્ટે. ખાતે તાત્કાલીક ગુનો રજિસ્ટર કરાવવામાં આવેલ જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ સાહેબ મોરબી જીલ્લા નાઓએ મોરબી જિલ્લામાં સગીરવયના બાળકો પર બનેલ ઉપરોકત પોકસો હેઠળના ગુનાના આરોપીને તાત્કાલીક પકડી પાડી પરિણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય.

જે ગુનાની ગંભિરતા ધ્યાને લઇ શ્રી સમીર સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ, વાંકાનેર નાઓ ઉપરોકત ગુનાના આરોપીની સત્વરે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ભોગબનનારની માતાની પુછપરછ કરતા તેમજ ભોગબનનાર દિકરી ની પુછપરછ કરી ઉપરોકત ગુનાના કામે ભોગબનનાર દિકરી પોતાની ઓરડીમાં તેની માતા પાસે સુતી હોય તે વખતે આરોપીએ ભોગબનનારનું મોઢુ દબાવી નીરવસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ આચરેલ હોય અને ભોગબનનારે રાડો પાડતા તેની માતા જાગી જતા આરોપી પિતા નાશીભાગી ગયેલ હોય વિગેરે મલબતની ફરીયાદ જણાવતા ફરીયાદ નોંધી લઇ અને બનાવની ગંભીરતા ધ્યાને લઇ અલગ અલગ પોલીસ સ્ટાફના માણસોની ટીમો બનાવી આરોપીની તપાસ તાત્કાલીક કરવામાં આવેલી જેમા આરોપી મળી આવતા આરોપી પિતાએ ગુન્હાની કબુલાત આપતા આરોપીને અટક કરી તાત્કાલીક ધરપકડ કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બનાવની ગંભીરતા ધ્યાને લઇ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સમીર સારડા સાહેબ નાઓએ વીઝીટ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ અને આ તપાસમાં ટંકારા વિસ્તારના મહીલા કાર્યકરને સાથે રાખી ભોગબનારની ઝીણવટ ભરી પુછપરછ કરવામાં આવેલ છે. હાલમાં તપાસ તજવીજ ચાલુ છે.

Back to top button
error: Content is protected !!