GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીનું ગૌરવ વેદો તેમજ પુરાણોના આધારે ૧૮ વર્ષની નાની વયે પુસ્તક લખ્યું યુવા માટે પ્રેરણારૂપ

MORBI:મોરબીનું ગૌરવ વેદો તેમજ પુરાણોના આધારે ૧૮ વર્ષની નાની વયે પુસ્તક લખ્યું યુવા માટે પ્રેરણારૂપ
મોરબી યુવા લેખક પરમ જોલાપરાનું પુસ્તક પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ દ્વારા વિમોચન
યુવા લેખક પરમ જોલાપરા દ્વારા સંકલિત અને સંશોધિત પુસ્તક “વિશ્વદેવ વિશ્વકર્મા”નું થાનગઢ ખાતે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબના વરદ હસ્તે વિમોચન થયું. વેદો તેમજ પુરાણોના પુરાવાસભર ભગવાન શ્રી વિશ્વકર્માનું વર્ણન દર્શાવતું પુસ્તક પરમ જોલાપરા દ્વારા ૧૮ વર્ષની નાની વયે તૈયાર કરવામાં આવ્યું છે જે આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે. વિમોચન સમયે પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબે પણ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે એડવોકેટ મિતેષભાઈ દવે, એડવોકેટ દર્શનભાઈ દવે, એડવોકેટ કિશોરભાઈ પરમાર તેમજ જીતભાઈ નિમાવત પણ હાજર રહ્યા હતા.






