મુનપુર સી.આર. ગાર્ડી આર્ટસ કોલેજ ખાતે ‘સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર’ અને ‘લાયસન્સ રજીસ્ટ્રેશન કેમ્પ’ યોજાયો

મુનપુર સી.આર. ગાર્ડી આર્ટસ કોલેજ ખાતે ‘સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર’ અને ‘લાયસન્સ રજીસ્ટ્રેશન કેમ્પ’ યોજાયો
**
અમીન કોઠારી મહીસાગર
આજ રોજ મુનપુર સી.આર. ગાર્ડી આર્ટસ કોલેજ ખાતે વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન તથા સહાયક પોલીસ અધિક્ષક

પોલીસ વિભાગ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે ‘સાયબર ક્રાઈમ એન્ડ સાયબર અવેરનેસ’ વિષય પર એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓએ વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ગુનાઓ, ઓનલાઇન બેંકિંગ ફ્રોડ, સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ અને સાયબર બુલિંગ જેવા વિષયો પર વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી અને સાવચેતીના પગલાં લેવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારશ્રીની કચેરી (ARTO) દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્થળ પર જ ડ્રાઈવિંગ લાયસન્સ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોલેજ કક્ષાએ જ લાયસન્સની કામગીરી થવાથી વિદ્યાર્થીઓને કચેરી સુધી જવાનો સમય બચ્યો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
આ પ્રસંગે કોલેજના આચાર્ય, સ્ટાફગણ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



