GUJARATJUNAGADHKESHOD

યુ. કે. વી મહિલા કોલેજ કેશોદમા ૩૦ કલાકનો કોર્સ “આઈડિયા ટુ ઈમ્પેક્ટ” સારથિ સંપન્ન

યુ. કે. વી મહિલા કોલેજ કેશોદમા ૩૦ કલાકનો કોર્સ "આઈડિયા ટુ ઈમ્પેક્ટ" સારથિ સંપન્ન

શ્રી પટેલ વિધ્યાર્થી સંચાલિત યુ કે વી મહિલા કોલેજ કેશોદમાંગુજરાત સરકારના નોલેજ કોનસોર્ટિયમ વિભાગના ઇનોવેશન ક્લબ અંતર્ગત ૩૦ કલાક ની ‘સારથિ’પ્રવૃતિનું આયોજન વર્તમાન સમયમાં જ્યારે જ્ઞાન જ સર્વોપરી શક્તિ છે, ત્યારે નવીનતા અને સાહસિકતા રાષ્ટ્રના વિકાસ માટેના મુખ્ય ચાલકબળ બની રહ્યા છે. આ વિચારધારાને સાર્થક કરવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે ૩૦ કલાકનો હેન્ડ્સ-ઓન સર્ટિફિકેટ કોર્સ “આઈડિયા ટુ ઈમ્પેક્ટ: એન ઈનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ જર્ની” નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કોર્સ મુખ્યત્વે આર્ટસ, કોમર્સ, સાયન્સ અને એજ્યુકેશન જેવા નોન-ટેકનિકલ બેકગ્રાઉન્ડ ધરાવતી વિદ્યાર્થીનીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓને તેમના વિચારોને એક હેતુપૂર્ણ વ્યવસાયિક સાહસમાં કેવી રીતે બદલવા તેનું માર્ગદર્શન આપવાનો છે. આ પ્રોગ્રામ હાઈબ્રિડ મોડ (ઓફલાઈન અને ઓનલાઈન)માં યોજાયો ઓફલાઈન વર્કશોપ : ૨૩ અને ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૫. યોજાયા અને ઓનલાઈન સત્રો ડિસેમ્બર ૨૦૨૫ થી જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન અમદાવાદની ખ્યાતનામ સંસ્થા ‘ઈનોડેસ્ક ડિઝાઈનોવેશન સર્વિસીસ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શનથી યોજયા હતા. શ્રી કર્મજીતસિંહ બિહોલા: ડિઝાઈન થિંકર અને ઈનોવેશન સ્ટ્રેટેજિસ્ટ (સ્થાપક, ઈનોડેસ્ક).સુશ્રી વિધિ ભાવસાર: ડિઝાઈન થિંકિંગ અને ઈનોવેશન એક્સપર્ટ,શ્રી પ્રભુલિંગ ઝુંજા: બિઝનેસ મેનેજમેન્ટ નિષ્ણાંત અને સ્ટાર્ટઅપ મેન્ટર.મુખ્ય આકર્ષણો એ આ ૩૦ કલાકના પ્રવાસ દરમિયાન વિધ્યાર્થીઓ ડિઝાઈન થિંકિંગ, માર્કેટ રિસર્ચ, આઈડિયેશન ટેકનિક્સ, પ્રોટોટાઈપિંગ (વિના ટેકનોલોજી), બિઝનેસ મોડલ કેનવાસ અને આઈપીઆર જેવા વિષયો પર ઊંડાણપૂર્વક સમજ મેળવી.મેસવાણ ગામમાં રૂબરૂ મુલાકાતસખી મંડળ અને તાલુકા પંચાયત સદસ્યો સાથે કરી આ વાર્તાલાપ માધ્યમિક શાળામાં કરવામાં આવ્યો. જેમાં ૩૫ સખીમંડળો સાથે તેમના દ્વારા વિવિધ પ્રકારની વસ્તુઓના ઉદ્યોગ ઉત્પાદન કર્તા ૫૦ સખી બહેનો સાથે સંવાદાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયત IRDP, NRLM ના કેવીનભાઈ ભૂત, હીનાબેન પટેલ, કલ્પનાબેન ગોરિયા – બેંકસખી ઉપસ્થિત રહ્યા હતા અને ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની મહિલા લક્ષી રોજગાર યોજના માટે માહિતી આપી હતી, બેંકોની ભૂમિકા સમજાવી હતી. સખીમંડળ સાથે વાર્તાલાપ કરીને વિદ્યાર્થિની ઓએ અને ગામના બહેનોએ તેના જૂથ દ્વારા ઉત્પાદિત થતી આગેર્નીક વસ્તુઓ ઘી, મરચાં પાવડર, તેલ વિશે માહિતી આપીહતી. પ્રોડક્ટ પેટન્ટ વિશે માહિતી આપીહતી, માર્કેટ રિસર્ચ વ્યવસ્થા, બજેટ,કાર્યપદ્ધતિની ખુબ ઉપયોગી માહિતી આપી કોર્ષના અંતે વિદ્યાર્થીનીઓને તેમના આઈડિયા રજૂ કરવા માટે ‘પિચ ડે’ અને ‘ડેમો ડે’ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબઉપયોગી, નવીનતા સભર વિષયો પસંદ કરીને વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. કુ મજીઠયા ઉર્મિલા એમ એસસી હોમસાયન્સ – હેલ્ધી ફૂડ,બારડ ક્રિષ્ના એસ વાય બી કોમ- પિરીયડ પોવરટી સખી સહાયક -કુ.પીઠીઆ માનસી – ઓમેગા ફન્ચબાર, કુ.બાલસ વૈશાલી એફ વાય બી કોમ – એગ્રી ઇનોવેશન, કુ.કુંભાણી ડેન્સી એફ વાય બી કોમ – કિપ્રટો કરન્સી વિવિધ નવીનતમ વિષયો તેઓએ નિષ્ણાંતો સમક્ષ પોતાના બિઝનેસ મોડલ રજૂ કર્યાં હતાં આ સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રિન્સીપાલ ડો.વિનય ત્રાંગડિયાના માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડિનેટર ડો.મીતા રાજપુરા અને કો- કો – કો ઓર્ડિનેટર સુશ્રી પૂર્વા તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!