સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખી 10 થી વધુ હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું.

તા.30/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા એસઓજી પોલીસ તેમજ સુરેન્દ્રનગર સ્થાનિક પોલીસને સાથે રાખી અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આવેલી હોટલોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર એસઓજી પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે હોટલોમાં વિવિધ પ્રકારની ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી જેને લઇ હોટલ મેનેજમેન્ટ વિભાગ અને હોટલ સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો સુરેન્દ્રનગર શહેરના 80 ફુટ રોડ સુરેન્દ્રનગર વઢવાણ રોડ તેમજ સુરેન્દ્રનગરની શહેરી વિસ્તારોમાં આવેલી 10 વધુ હોટલોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ઇન્ટરનેશનલ હોટલમાં આપવામાં આવેલી લિંકર પરમિટની તપાસણી કરવામાં આવી હતી તેમજ સ્ટોક પત્રક વેચાણની વિગત પણ મેળવી અને વિવિધ પ્રકારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ ઉપરાંત ખાનગી હોટલોમાં રાખવામાં આવતા પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવી રહી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી રહી હતી જે સિક્યુરિટી રાખવામાં આવી છે તે માન્યતા ધરાવે છે કે કેમ આ ઉપરાંત સીસીટીવી કેમેરા નું એક મહિનાનું રેકોર્ડિંગ ફરજિયાત સ્ટોરેજ થવું જોઈએ તેનું પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે એક સાથે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા હોટલ સ્ટાફમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જે હોટલમાં કામ કરતાં કર્મચારીઓ છે તે તમામના પુરાવાઓ મેળવી અને તેમની પણ ચકાસણી શરૂ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા ને ધ્યાને લઈ અને ચેકિંગ કરાયું હોવાનું પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.




