GUJARATKHERGAMNAVSARI

ખેરગામ પોસ્ટ ઑફિસથી હાઈસ્કુલ બાયપાસ લિંક રોડનું નવિનીકરણ અંતિમ તબક્કામાં

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ પોસ્ટ ઓફિસથી હાઈ સ્કૂલ સુધીના અત્યંત મહત્વના વ્યસ્ત લિંક રોડનું લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે મજબૂતીકરણ નવીનીકરણ વર્ષ 2025ના અંતિમ દિવસોમાં શરૂ થયું હતું જે વર્ષ 2026 ના પ્રથમ માસે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે.વારંવાર ભ્રમર બનતો આ રસ્તો આ વખતે રસ્તાનું આયુષ્ય લાંબા સમય સુધી ટકી રહે તે માટે સીસી રોડમાં પરિવર્તિત થતા ગ્રામજનોએ રાહતની લાગણી અનુભવી છે.ખેરગામ લિંક રોડનું તા.31 જાન્યુઆરી સુધી પોસ્ટ ઓફિસ પાસેના લગભગ 140 મીટરના ભાગમાં સિમેન્ટ કોંક્રીટનું કામ શરૂ થયું હતું, જ્યાંના રહીશો આશિષ પટેલ વગેરેને ચોમાસા દરમ્યાન પાણી નિકાલનો પ્રશ્ન ઉભો ન થાય તેની સમસ્યા સતાવતી હતી. પાણી નિકાલ માટેની ગટર ચોમાસાના પ્રારંભે કરી ઘરોમાં પાણી ભરાય નહીં તેનો તંત્ર ધ્યાન રાખે તેવી લાગણી વ્યક્ત થઈ હતી.રસ્તાનું કામ ચાલુ થતા પૂર્વે જાહેરનામું બહાર પાડી રસ્તો ઉપરથી વાહનોની અવરજવર સદંતર બંધ કરવામાં આવેલી છે.રસ્તો સંપૂર્ણ બંધ કર્યો હોવા છતાં અમુક લોકો અંદરથી પસાર થતા હોય છે.એક વડીલ કોંન્ક્રીટમા ફસાયા હતા,તો બીજા વડીલ સ્કૂટર સાથે ઘૂસી જતા જેમ તેમ તેમને બહાર કાઢતા સ્કૂટર ધોવું પડ્યું હતું.કોંક્રિટ રસ્તા ઉપર પથરાતા હવે કોંક્રિટને પંદરેક દિવસ જામવા દેવું પડશે,10 ફેબ્રુઆરી સુધી રસ્તો બંધ કરવા માટેનું જાહેરનામું છે અને હવે બાકી ભાગમાં ડામરીકરણ કરવાનું છે ત્યાર પછી કામ પૂરું થતાં લિંક રોડ ફરીથી ધમધમતો થશે.

Back to top button
error: Content is protected !!