THARADVAV-THARAD

પાંચ પરગણા મેઘવાળ સમાજનું નવું સામાજિક બંધારણ ફેબ્રુઆરી ૨૦૨૬થી અમલમાં

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

 

“એક સમાજ એક રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ”ના સંદેશ સાથે આ બંધારણ સમાજ માટે માર્ગદર્શક સાબિત થશે.

થરાદ, રાહ, વાવ, ધરણીધર, સુઇગામ, લાખણી તાલુકાના ૧૧ ગામ, ભાભર તાલુકાના ૨ ગામ તેમજ સાંતલપુર તાલુકાના ૫ ગામોના આગેવાનો એકત્રિત થઈ આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. તમામ ગામોના આગેવાનોની સંમતિથી આ બંધારણની પુસ્તિકાનું ગામોગામ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બંધારણની પુસ્તિકા વિતરણ કાર્યક્ર્મ થરાદ ખાતે બી.ડી.એસ.ની કાર્યાલયમાં યોજાયો હતો, જેમાં દરેક તાલુકાના આગેવાનોને પુસ્તિકાઓ સુપરત કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બંધારણ સમાજના લગ્ન, સામાજિક પ્રસંગો તથા પરંપરાઓમાં એકરૂપતા લાવવા માટે મહત્વપૂર્ણ બનશે.

સમાજના આગેવાનોને આશા છે કે આ બંધારણના અમલથી સમાજમાં સુવ્યવસ્થા, સંસ્કાર અને એકતાની ભાવના વધુ મજબૂત બનશે

Back to top button
error: Content is protected !!