ગાંધીધામ મહાનગર પાલિકા પ્રા.શિક્ષક સંઘના હોદ્દેદારોની બિનહરીફ વરણી

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૦૧ ફેબ્રુઆરી : ગાંધીધામ તાલુકાનું વિસર્જન થતાં આગામી ત્રણ વર્ષ માટે પ્રથમ વખત ગાંધીધામ મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
બી.આર.સી. કો.ઓ. લાલજીભાઈ ઠક્કર ની અધ્યક્ષતામાં યોજાયેલ પ્રતિનિધિઓની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં હિમાંશુભાઈ સીજુએ પ્રમુખ તરીકે ભૂપતસિંહ સોઢાના નામની દરખાસ્ત મૂકી હતી જ્યારે પંકજભાઈ પટેલે મહામંત્રી માટે રશ્મિનભાઇ સીજુની દરખાસ્ત મૂકી હતી. જેને ઉપસ્થિત સૌ સભ્યોએ સમર્થન જાહેર કરતાં પ્રમુખ તરીકે ભૂપતસિંહ સોઢા અને મહામંત્રી તરીકે રશ્મિનભાઈ સીજુની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તો ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ પરમાર અને કાર્યાધ્યક્ષ તરીકે રમેશભાઈ સોલંકીની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
આમ 2026 – 27 – 28 ત્રણ વર્ષ માટે નીચે મુજબના હોદાઓ ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
1 ભૂપતસિંહ કે.સોઢા – પ્રમુખ
2 રશ્મિનભાઈ કે. સીજુ – મહામંત્રી
3 રમેશભાઈ એમ. સોલંકી – કાર્યાધ્યક્ષ
4 રમેશભાઈ કે. પરમાર – ઉપપ્રમુખ
5 ઈશ્વરભાઈ આઈ. મઢવી- સહમંત્રી
6 માવજીભાઈ વાઘેલા- સહમંત્રી
7 હર્ષબેન એલ. કુબાવત – ખજાનચી
8 હિમાંશુભાઈ એન. સીજુ- જિલ્લા પ્રતિનિધિ
9 કેતનભાઈ કે. પટેલ – જિલ્લા પ્રતિનિધિ
10 મહેન્દ્રભાઈ ડી. સોલંકી – જિલ્લા પ્રતિનિધિ
11 નટુભાઈ એન. દરજી – જિલ્લા પ્રતિનિધિ
12 સવાભાઈ એન. બારૂમલ – જિલ્લા પ્રતિનિધિ
13 જયેન્દ્રભાઈ ગઢવી- સંગઠનમંત્રી
14 દિલીપકુમાર સિંહ – સંગઠનમંત્રી
15 જગદીશભાઈ સોલંકી – મીડિયા/ પ્રચારમંત્રી
16 દિલિપભાઈ આસોડિયા – મીડિયા/પ્રચારમંત્રી
17 પ્રવિણભાઈ કારિયા – સદસ્ય
18 રોહિતભાઈ સી.પટેલ – સદસ્ય
19 વેલજી કે. મેવાડા – સદસ્ય
20 ચમનભાઇ પી.પરમાર – સદસ્ય
21 મિલનભાઈ કે .ગઢવી – સદસ્ય




