GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં કુ.જેન્સી કાનાબારનું સ્વાગત: મેયર, ધારાસભ્યશ્રી, કલેકટરશ્રી સહિતના મહાનુભાવોએ કર્યું સન્માન

જૂનાગઢમાં કુ.જેન્સી કાનાબારનું સ્વાગત: મેયર, ધારાસભ્યશ્રી, કલેકટરશ્રી સહિતના મહાનુભાવોએ કર્યું સન્માન

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક એલીટ અંડર-૧૪ વુમન્સમાં ટાઈટલ જીતીને ઇતિહાસ રચનાર જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારનું આજે વતન પરત ફરતા વહીવટી તંત્ર દ્વારા ભાવભીનું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જૂનાગઢના ગાંધીગ્રામ સ્થિત સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયેલ આ ભવ્ય સન્માન સમારોહમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા એ જણાવ્યું હતું કે,જૂનાગઢ ની દીકરી જેન્સી કાનાબારે ટેનિસ ક્ષેત્રે ફક્ત જૂનાગઢ જ નહીં સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે મન મકક્મ હોય અને નક્કી કર્યું હોય કે સફળતા હાંસિલ કરવી છે તો કોઈ પણ પરિસ્થિતિમાં સફળ થઈ શકાય છે એનું ઉદાહરણ જેન્સી કાનાબાર છે.તેમણે એમ પણ જણાવ્યું હતું કે જેન્સીએ સમગ્ર શહેર, દેશની સાથે સાથે માતૃશક્તિનું નામ પણ રોશન કર્યું છે.આ સન્માન સમારોહમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયા એ જણાવ્યું હતું કે, ટેનિસ ક્ષેત્રે જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારે જૂનાગઢનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે.એ બદલ તેમને અને તેમના સમગ્ર પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક એલીટ અંડર-૧૪ વુમન્સમાં ટાઈટલ જીત્યો છે. અજાણ્યા દેશમાં સ્થાનિક ખેલાડીઓને ફાઇનલમાં હરાવવું એ ખૂબ જ મુશ્કેલ છે. જેન્સી એ ત્રણ વર્ષની ઉંમરે રેકેટ પકડ્યું હતું અને છ વર્ષની ઉંમરથી તે હરીફાઈમાં ભાગ લેતી હતી.આ સન્માન સમારોહમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી અને જીમખાના અધ્યક્ષ શ્રી અનિલકુમાર રાણાવસીયાએ જેન્સી કાનાબારની જવલંત સીદ્ધી બદલ જૂનાગઢ જિમખાનાના ટેનીસ કોર્ટનુ નામકરણ કુ.જેન્સી દીપકભાઈ કાનાબાર કરવાની પણ જાહેરાત કરી હતી. સાથે જૂનાગઢના જીમખાનામાં લાઈફ ટાઈમ માટે ઓનરિંગ મેમ્બરશીપ પણ આપવામાં આવશે એમ પણ જણાવ્યું હતું.કલેક્ટરશ્રીએ જેન્સી ને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, જેન્સી ભારતની ટેનીસ સ્ટાર બને અને વિશ્વભરમાં ભારતનું નામ ટેનીસ ક્ષેત્રે રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ આપી હતી.આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન સુશ્રી પલ્લવીબેન ઠાકરે જેન્સી કાનાબારનું સ્વાગત અભિવાદન કર્યું હતું.તેમજ જેન્સી કાનાબારના પિતા શ્રી દિપક કાનાબારે પણ આ ભવ્ય સન્માન સમારોહ બદલ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.આ તકે કલેક્ટરશ્રી, ધારાસભ્ય શ્રી, મેયરશ્રી તેમજ ક્રિડા ભરતી સંસ્થાન, જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કુ. જેન્સી કાનાબારને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મેયર શ્રી ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૈારવ રૂપારેલીયા ,જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમાર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી. પટેલ, જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સન્માન સમારોહ પૂર્વે આજે સવારે જૂનાગઢના ઐતિહાસિક મજેવડી દરવાજા ખાતે રમતગમત વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા જેન્સીનું પુષ્પગુચ્છ અને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મજેવડી દરવાજાથી શરૂ થયેલી ભવ્ય બાઈક રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી ગાંધીગ્રામ સ્થિત સરદાર પટેલ રમતગમત સંકુલ પહોંચી હતી. રેલી દરમિયાન માર્ગમાં ઠેર-ઠેર નગરજનો દ્વારા આ ઉભરતી ખેલાડી પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને તેને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિદ્યાર્થીઓની રમત ગમત ક્ષેત્રે કૌશલ્ય શક્તિઓ વિકસે તે માટે વ્યાપક યોજનાઓની અમલવારી કરવામાં આવી છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!