BANASKANTHAGUJARATKANKREJ

યુજીસીનો નવો કાયદો રદ કરવા ઓગડ તાલુકા મામલતદારને થરામા આવેદનપત્ર અપાયુ.

યુજીસીનો નવો કાયદો રદ કરવા ઓગડ તાલુકા મામલતદારને થરામા આવેદનપત્ર અપાયુ.

યુજીસીનો નવો કાયદો રદ કરવા ઓગડ તાલુકા મામલતદારને થરામા આવેદનપત્ર અપાયુ.
—————————————
સવર્ણ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરી બેનરો અને સુત્રોચ્ચાર કરી નિયમો રદ કરવાની ઉગ્ર માંગ કરાઈ..
—————————————
નવ નિર્મિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ ઓગડ મામલતદાર કચેરી ખાતે આજે સવર્ણ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરી ઓગડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જેમાં દેશમાં સરકાર દ્વારા યુજીસીના કાયદાના નિયમો સામે સવર્ણ સમાજ લાલધુમ થઈ ઓગડ તાલુકાના ઈન્ચાર્જ મામલતદાર ભાવેશભાઈ દેસાઈ ને બ્રહ્મસમાજ ના અગ્રણી કે.કે. શિરવાડીયા,બળદેવભાઈ રાવલ,વિષ્ણુભાઈ પંડ્યા, અમરતભાઈ જોષી, રમેશભાઈ જોષી,વિષણુંભાઈ જોષી સહીત સવર્ણ સમાજ દ્વારા આવેદન પત્ર આપી રજુઆત કરતાં જણાવ્યુ હતુ.આ યુજીસી નો આ કાયદો જેમાં કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અન્ય સમાજના હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.અને સવર્ણ સમાજ ના વિધાર્થીઓના અધિકાર અને જે બંધારણીય રક્ષણ સામે જોખમ ઉભુ થાય તેમ છે.અને સામાન્ય વર્ગના બંધારણીય સમાનતાના મુળ સિધ્ધાંતોને નુકસાન કરે છે. એટલે આ નિયમો સુધારો કરી અથવા તેને રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી.અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાના પ્રચાર માટે જાહેર કરાયેલા નિયમોનો અમે વિરોધ કરીએ છીએ અને શિક્ષણમાં અસમાનતા અને ભેદભાવ થાય તેવુ જોવા મળી રહ્યુ છે. પરીણામે સામાન્ય વર્ગ ના લોકોને આ કાયદા અને એમાં રહેલ નિયમોને કારણે ભારોભાર નુકશાન ભોગવવાનો વારો આવે તેમ છે.સરકારના વિવિધતામાં એકતાના આપણા રાષ્ટ્રીય સુત્ર સામે પ્રશ્નાર્થ ઉભો થઈ શકે છે. સત્વરે આ કાયદો રદ કરવામાં આવે તેવી સવર્ણ સમાજની માંગ બુલંદ બની છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!