ઓગડ તાલુકાના જોટાડા ખાતે પ્રજાપતિ સમાજના બંધારણ મુજબ મામેરૂ ભરાયું.
ઓગડ તાલુકાના જોટાડા ખાતે પ્રજાપતિ સમાજના બંધારણ મુજબ મામેરૂ ભરાયું.

ઓગડ તાલુકાના જોટાડા ખાતે પ્રજાપતિ સમાજના બંધારણ મુજબ મામેરૂ ભરાયું.
નવનિર્મિત ઓગડ તાલુકાના જોટાડા ખાતે પ્રજાપતિ સમાજ તેરવાડીયા પરિવારના દિનેશભાઈ હેમાભાઈ ના સુપુત્ર મનીષના લગ્ન પ્રસંગે ઈસરવાથી પ્રજાપતિ રામચંદભાઈ દેવશીભાઈના સુપુત્રો સુખાભાઈ તથા રમેશભાઈ પોતાની બહેન દિવાળીબેન ને ત્યાં તા.૦૪/૦૨/૨૦૨૬ ને બુધવારના રોજ રૂડું મામેરૂ લઈને આવ્યા ત્યારે પ્રજાપતિ સમાજ ના અગ્રણી રમેશભાઈ પ્રજાપતિ ઈન્દ્રમાણાવાળાએ જણાવ્યું હતું કે જોટાડા ખાતે અમારા તેરવાડીયા પરિવારમાં આવેલ મામેરૂ રમેશભાઈ,નાગજીભાઈ, ભેમાભાઈ,ગાંડભાઈ,ભેમાભાઈ ભગત ઈન્દ્રમાણા સહીત તેરવાડીયા પરિવારની હાજરીમા પ્રજાપતિ સમાજના બંધારણ મુજબ દરેક નિયમો ધ્યાને રાખી મામેરૂ ભરવામાં આવ્યું હતું.ત્યારે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ ના કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ,નટુભાઈ પ્રજાપતિ થરા સહીત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530






