
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ: પરિવર્તનનો શંખનાદ”ના સૂત્ર સાથે ભ્રષ્ટાચાર, મોંઘવારી તથા કામદારો સાથે થતા અન્યાયના મુદ્દે વલસાડથી શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, વાસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત પ્રદેશ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જન આક્રોશ યાત્રા ખેરગામ તાલુકાના વડપાડા, જામનપાડા, પાણીખડક, આછવણી, ડેબરપાડા ફાટક, ખેરગામ ગાંધી સર્કલ, બાવળી ફળિયા તથા વાડ ગામ ખાતે પહોંચતા સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભવ્ય સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ અસ્લમ સાઇકલવાલા ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીન પટેલ, યુથ કોંગ્રેસ નવસારી જિલ્લાના પૂરવ તલાવિયા નેહલ પટેલ 



