MORBIMORBI CITY / TALUKO

મોરબી મહાનગરપાલિકા દ્વારા “વન વીક વન રોડ” અંતર્ગત કંડલા બાયપાસના અનઅધિકૃત દબાણ હટાવાયા

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેર દબાણ મુક્ત રહે તે માટે મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા “વન વીક વન રોડ” અંતર્ગત દર અઠવાડિયે જુદા જુદા વિસ્તારોમાં અનઅધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત મોરબી રાજકોટ હાઇવે પરના પાકા દબાણો જેસીબી ની મદદથી એસ્ટેટ શાખાઅએ દૂર કર્યા હતા.

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા “વન વીક વન રોડ” અંતર્ગત આ અઠવાડિયે રાજકોટ મોરબી હાઇવે (કંડલા બાયપાસ) પર આરટીઓ ઓફિસથી ઓરપેટ સુધીના રોડ પર વિવિધ પ્રકારના અનઅધિકૃત પાકા દબાણો જેસીબીની મદદ થી દુર કરવામાં આવ્યા હતા. અંદાજિત આ જાહેર માર્ગમાં નડતરરૂપ 45 જેટલા કાચા -પાકા ગેરકાયદેસર દબાણ હતા, જે પૈકી મોટાભાગના દબાણ આ વિસ્તારના લોકોએ સ્વૈચ્છિક રીતે દૂર કર્યા હતા, અન્ય બાકીના ગેરકાયદેસર દબાણો મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એ જેસીબી વડે દૂર કર્યા હતા, 30 મીટરની પહોળાઈનો સમગ્ર જાહેર માર્ગ પર ના અનઅધિકૃત દબાણ દૂર કરી ખુલ્લો કરવામાં આવ્યો હતો, આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો, એમ્બ્યુલન્સ તેમજ અન્ય ઇમર્જન્સીમાં પસાર થતા વાહનો માટે સમગ્ર માર્ગ મોરબીની એસ્ટેટ શાખા એ ખુલ્લો કર્યો હતો. તેમ મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ વિભાગની એક યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!