MORBIMORBI CITY / TALUKO

મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના હદમાં આવતા વિસ્તારોને અનઅધિકૃત દબાણથી મુક્ત કરવા એસ્ટેટ શાખાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે કામગીરી અંતર્ગત મોરબી મનપાની દબાણ શાખા એ નહેરુ ગેટ, જુના બસ સ્ટેન્ડ, પંચાસર રોડ, વાવડી રોડ, ગેંડા સર્કલ, નટરાજ ફાટક સહિતના વિસ્તારો પર ગેરકાયદેસર દબાણ દૂર કર્યા હતા.

 

મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા શહેરના જાહેર માર્ગો પર કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન થાય, શહેરમાં વાહન વ્યવહાર સરળ અને સુગમ રહે તે માટે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના હાર્દ સમા જાહેર માર્ગો પરથી અનઅધિકૃત દબાણો દૂર કર્યા હતા, જે કામગીરી અંતર્ગત એસ્ટેટ શાખાએ નહેરુ ગેટ થી જુના બસ સ્ટેન્ડ રોડ, પંચાસર રોડ, વાવડી રોડ, નટરાજ ફાટક થી ગેંડા સર્કલ સુધીના નગરના હાર્દ સમા વિસ્તારો પર વાહન વ્યવહારને અડચણરૂપ ગેરકાયદેસર અંદાજીત 50 જેટલા દબાણો દૂર કર્યા હતા. એસ્ટેટશાખાની આ કામગીરી દરમિયાન જાહેર માર્ગો પર દબાણ કરતાં વેપારીઓ પાસેથી અંદાજિત રૂ.3000 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. એસ્ટેટ અને દબાણ શાખા એ આ સાથે જ ભક્તિનગર સર્કલ અને લીલાપર ગામ પાસેથી 6 હોર્ડિંગ તથા 55 કીઓસ્ક દૂર કરવાની કાર્યવાહી કરી હતી.

મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખાએ આ કામગીરીની સાથે નગરના લારી -ગલ્લા ચલાવતા વેપારીઓને વાવડી રોડ પર કબીરધામ આશ્રમ પાસે મોરબી મનપા દ્વારા નવું હોકર્સ ઝોન કાર્યરત કરવામાં આવ્યું છે, જે અન્વયે આ વિસ્તારના ફેરિયાઓને આ જગ્યા પર મહાનગરપાલિકાની મંજૂરી મેળવી પોતાનો ધંધો વ્યવસાય આગળ વધારવા માટે ની સમજ એસ્ટેટ શાખાના અધિકારીએ આપી હતી.

Back to top button
error: Content is protected !!