GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સહિત ચાર તાલુકા ની પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની બેઠક‌ યોજાઈ.

 

તારીખ ૦૮/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગતરોજ પત્રકાર એકતા ‌પરિષદ પંચમહાલ જિલ્લાની બેઠક ગોધરા મુકામે સદગુરુ હોટલ ના હોલમાં ‌ ‌પત્રકાર એકતા‌ પરિષદ‌ ગુજરાત ‌ના પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને અને પંચમહાલ જિલ્લા અધ્યક્ષ પ્રદીપભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી.જેમાં પંચમહાલ જિલ્લામાંથી ગોધરા,કાલોલ,શહેરા,હાલોલ અને ઘોઘંબા તાલુકાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા આ બેઠકમાં અધ્યક્ષ સ્થાને થી પધારેલ પત્રકાર એકતા પરિષદના પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા એ‌ આ વર્ષને પત્રકારોના કુટુંબની કાળજી રાખવા ‌અંગે નું વર્ષ ગણાવ્યું હતું તેઓએ જણાવ્યું કે દરેક પત્રકારો ને પત્રકાર એકતા ‌પરિષદ દ્વારા‌ રૂપિયા દસ લાખનો વીમો આપવાનું નક્કી કરેલ છે અને તેનું લવાજમ પણ પત્રકાર એકતા પરિષદ ભરશે‌‌ વધુમાં તેઓએ જણાવ્યું કે પત્રકારને કંઈ પણ થાય તો નવ પ્રકાર‌‌ ની યોજનાઓનો લાભ પત્રકારને મળી શકે અને પત્રકાર ના કુટુંબની ચિંતા વ્યક્ત કરી અને વીમા ના ફોર્મ અંગેની માહિતી આપી હતી આ બેઠકનું સંચાલન પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રદીપભાઈ સોની એ કર્યું હતું ત્યારે આભાર વિધિ ઈસ્માઈલ‌ જભા‌‌ એ કરી હતી અને જેના અન્ન ભેળા એના મન ભેડા એ સૂત્ર સાર્થક કરી ભોજન લઈ છૂટા પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!