GUJARATJUNAGADHKESHOD

જૂનાગઢ જિલ્લા માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક શાળા વ્યાયામ મંડળ દ્વારા નિવૃત્ત વ્યાયામ શિક્ષકોનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો

જૂનાગઢ જિલ્લા માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક શાળા વ્યાયામ મંડળ દ્વારા નિવૃત્ત વ્યાયામ શિક્ષકોનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો

જૂનાગઢ જિલ્લામાં વર્ષો સુધી વ્યાયામ શિક્ષક તરીકે ઉત્તમ,નિષ્ઠાવાન અને સમર્પિત સેવા બજાવી વય નિવૃત્ત અને બદલી થયેલા વ્યાયામ શિક્ષક ભાઈઓ- બહેનોનો નિવૃત્તિ સન્માન સમારંભ તાજેતરમાં ભવનાથ તળેટી,જૂનાગઢ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન જુનાગઢ જીલ્લા ગ્રામ્ય વ્યાયામ મંડળના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા, શહેર પ્રમુખ જીગ્નેશભાઈ ચાવડા, મહામંત્રી અજયભાઈ જલુ,શૈલેન્દ્રસિંહ વાઘેલા તથા મંડળના કારોબારી સદસ્યો અને વ્યાયામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.સમારંભના અધ્યક્ષ રાજ્ય વ્યાયામ મંડળના પ્રમુખ રણજીતસિંહ વાઘેલા,જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા,શાળાના આચાર્યો,વ્યાયામ શિક્ષક ભાઈઓ- બહેનો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય પ્રમુખ રણજીતસિંહ વાઘેલાએ નિવૃત્ત વ્યાયામ શિક્ષકોના શાળા શિક્ષણ,રમત ગમત અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં આપેલ મહત્વપૂર્ણ યોગદાનને બીરદાવ્યું હતું અને શિક્ષણ સાથે રમત ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતર માટે સરિતા ગાયકવાડ નું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું.ડોક્ટર હમીરસિંહ વાળાએ જીવન પર્યંત શિક્ષણ સાથે રમતના મેદાનમાં કામ કરતાં વ્યાયામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે આગામી સમયમાં સરકાર દ્વારા રમતગમતની વિશિષ્ટ યોજનાઓમાં વ્યાયામ શિક્ષકો અને રમતવીરોની ભરતી થવાની આશા વ્યક્ત કરી હતી,અને સંનિષ્ઠ કામગીરી કરી શ્રેષ્ઠ ખેલાડીઓ આપવાની પ્રતિબદ્રતા દર્શાવી હતી.જિલ્લાના નિવૃત્ત વ્યાયામ શિક્ષક અને પૂર્વ હોદ્દેદાર મનુભાઈ ડાંગર,જેસીંગભાઇ હુમ્બલ,જગમાલભાઇ મારુ,ભાનુબેન ડોબરીયા,આનંદકુમાર રાણીપા,સોનલબેન સિંધવ, બી.જે.દેવધરીયા તેમજ રાજ્ય મંડળના પ્રમુખ તરીકે રચનાત્મક કામગીરી કરતા રણજીતસિંહ વાઘેલાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા ઉપપ્રમુખ ભરતભાઈ ભેટારીયા, હેમંતભાઈ ચાવડા,શૈલેષભાઈ પરમાર,તુલસીબેન, કૈલાશબેન,આચાર્ય ગોજીયા વગેરેએ યોગદાન આપ્યું હતું.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!