
કેશોદ શહેરમાં ધર્મ, સંસ્કૃતિ અને વિકાસના સંગમરૂપ એક ઐતિહાસિક આયોજન થયેલ હતું. કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ તેમજ હનુમાનજી દાદાની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવેલું હતું.આ પાવન કાર્યક્રમ પંડિત દિન દયાળ ઉદ્યાન,આંબાવાડી બગીયો – કેશોદ ખાતે યોજવામાં આવેલ વિકાસની સાથે વિરાસતના સંકલ્પને સાકાર કરતાં કેશોદ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે નવીનીકરણ પામેલા આ બગીયામાં હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ તથા આધુનિક મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ મેંદરડા ખાખી મઢીનાં 1008 મહા મંડલેશ્વ સુખરામ બાપુ દ્વારા લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા, જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરણીયા, પ્રવીણભાઈ ભાલારા, ચિરાગભાઈ ભોપાળાની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું હજારોની સંખ્યામાં ઉપસ્થિત કેશોદનાં નાગરિકો દ્વારા હનુમાન ચાલીસા પઠન કરવામાં આવેલું હતું તેમજ નવચંડીના પાઠ કરવામાં આવેલા હતા નવીન ડિઝાઇન ધરાવતા આ બગીયામાં બાળકો માટે વિવિધ પ્રકારની રાઈડ્સ, સિનિયર સિટિઝન માટે વોકિંગ ટ્રેક, આધુનિક લાઈટિંગ વ્યવસ્થા, આઉટડોર તથા ઈનડોર જિમ, લસર પટ્ટી,ઝુલા તેમજ હરિયાળી વાતાવરણ સર્જાય તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ બગીચો નગરજનો માટે આરામ, મનોરંજન અને આરાધનાનું કેન્દ્ર બનશે.ઉલ્લેખનીય છે કે અગાઉ મોર્નિંગ વોક પૂરતો સીમિત રહેલો આ બગીયો હવે સર્વાંગી સુવિધાઓ સાથે આધુનિક સ્વરૂપે વિકસિત થયો છે. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અંતર્ગત વર્ષ ૨૦૧૭–૧૮ ની ગ્રાન્ટમાંથી પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઉદ્યાનના રૂ.૩૩૮.૫૦ લાખના વિકાસકામનું લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા ના હસ્તે કરવામાં આવેલ હતું ત્યારબાદ બગીચામાં સતત લોકોની સુવિધા વધારમાં આવી રહી છે યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં કેશોદ શહેર તથા આસપાસના વિસ્તારોના ભાઈ-બહેનોને પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનો લાભ લીધો હતો
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







