ઇ-ઓળખ પોર્ટલમા નામ સુધારા માટે મોરબી મહાનગરપાલિકામા સમાવેશ થયેલ ગ્રામ પંચાયતના કોડ જાહેર કર્યા

મોરબી મહાનગરપાલિકા તા. ૧/૧/૨૦૨૫ થી અસ્તિત્વમા આવેલ હોઇ જેમા ૯ ગ્રામ પંચાયત ભળેલ હોઇ જે વિસ્તારના જન્મ મરણ ના પ્રમાણપત્ર ની કામગીરી હાલમા જન્મ મરણ શાખા, સિવિક સેંટર, મોરબી મહાનગરપાલિકા ખાતેથી કરવામા આવી રહી છે. ઉપરોક્ત પંચાયત દ્વારા ઇ-ઓળખ પોર્ટલ માથી ઇસ્યુ થયેલ જન્મ પ્રમાણપત્રમા બાળકનુ પુરુ નામ કરવા માટે ઇ-ઓળખ પોર્ટલમા સુધારા થઇ શક્તા ના હોઇ અરજદારોને મુશ્કેલી પડી રહી છે જેથી મોરબી મહાનગરપાલિકામા સમાવેશ થયેલ ગ્રામ પંચાયત દ્વારા ઇ-ઓળખ માથી ઇસ્યુ થયેલ પ્રમાણપત્ર માટે નીચે મુજબ કોડ નક્કી કરેલ છે જે અરજદારોને ધ્યાને લેવા જાણ કરવામા આવે છે.
જેમાં https://dc.crsorgi.gov.in/crs/ પર માતા અથવા પિતાના નામનું લોગીન કરી આઈડી બનાવી જરુરી વિગતો ખરાઇ કરીને ભરી જેમા જન્મ પ્રમાણપત્રમા રહેલ રજીસ્ટ્રેશન નંબર આગળ જે તે પંચાયત મુજબ નો કોડ લખવાનો રહેશે તથા જુનો જન્મ નો દાખલો અને માતા પિતાના આધાર કાર્ડ અપલોડ કરી અરજી કરવાથી નવા ફોર્મેટમાં બાળકના પુરા નામ વાળો દાખલો અરજદારને મળી રહેશે. વધુ વિગત માટે જન્મ મરણ શાખા, સિવિક સેંટર, મોરબી મહાનગરપાલિકા નો સંપર્ક કરવાનો રહેશે.










