TANKARA:ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી…

TANKARA:ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી…
આજે 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્ર માતા રમાબાઈ આંબેડકરજીનાં જન્મ જયંતિ પ્રસંગે ટંકારા સ્થિત ડૉ. આંબેડકર ભવન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.
ટંકારા તાલુકા અનુસુચિત સમાજનાં કર્મચારી ગણ તેમજ સુરત, મહારાષ્ટ્રથી ભંતે અમર જ્યોતિ, ભંતે આનંદ તેમજ ભિખ્ખું ધમ્મ રત્નજી ઉપસ્થિત રહ્યાં હતાં.
ધુલિયા મહારાષ્ટ્રથી પધારેલાં ભંતે અમર જ્યોતિજીએ ધમ્મ દેશના આપી હતી.ત્યાર બાદ આયુ. બેબી પારમિતા ચૌહાણે સુંદર કાપીને માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસને માણ્યો હતો.
આ પ્રસંગે કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, અશોકભાઈ ચાવડા, જયંતિભાઈ સારેસા, બાબુભાઈ સારેસા,
હસમુખભાઈ સોલંકી, કિશનભાઈ સારેસા, મહેશભાઈ સારેસા, જસવંતભાઈ ચાવડા, એડવોકેટ મનશુખભાઈ ચૌહાણ, સુરેશભાઈ પરમાર, હિમ્મતભાઈ સારેસા, કૌશિકભાઈ પારિયા, નાગસેન નાગવંશી, કૃપાલ બૌદ્ધ, દિલિપભાઈ જાદવ, દેવરાજ પારિયા, પ્રવિણભાઈ પાંચાલ, નાથાલાલ વાઘેલા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.











