
ડેડીયાપાડા તાલુકામાં તા.૧૦થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન હાથીપગા રોગ માટે સામુહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાશ
તાહિર મેમણ – ડેડીયાપાડા- 09/02/2026 – ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૭ સુધીમાં લિમ્ફેટીક ફાઇલેરિયાસીસ (હાથીપગા) રોગના સંપૂર્ણ નિર્મૂલનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકને અનુસરી ગુજરાત રાજ્યમાં નર્મદા, ભરૂચ અને ડાંગ જિલ્લાઓમાં આ રોગ સામે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ અનુસંધાને નર્મદા જિલ્લાના નાંદોદ તથા ડેડીયાપાડા તાલુકામાં તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી – ૨૦૨૬ દરમિયાન “એલીમીનેશન ઓફ લિમ્ફેટીક ફાઇલેરિયાસીસ” અંતર્ગત સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ હેઠળ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલા આરોગ્ય કેન્દ્રો મારફતે તાલુકાના તમામ નાગરિકોને ડી.ઈ.સી. (DEC) અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનું વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત ગર્ભવતી સ્ત્રીઓ, બે વર્ષથી નીચેના બાળકો તથા ગંભીર બીમારીથી પીડાતા લોકો સિવાયના તમામ નાગરિકોને દવા લેવા અનુરોધ કરવામાં આવે છે.
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ જાહેરહિતના કાર્યક્રમમાં સહકાર આપી, નિર્ધારિત તારીખે દવા અવશ્ય લેવા અપીલ કરવામાં આવે છે.




