
ખંભાતના શક્કરપુર ના બાળકે કુરઆન હિફ્ઝ પૂર્ણ કરી ધાર્મિક સિદ્ધિ હાંસલ કરી પરીવાર માં આનંદ ની લાગણી ઉભરાઈ
વત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ખંભાતના શક્કર પુર મહોલ્લાહ માં રહેતા સૈયદ મુહમ્મદ જુનેદ ના 12 વર્ષીય પુત્ર હાફિઝ સૈયદ મુહમ્મદ હસને નાની વયે કુરઆન હિફ્ઝ પૂર્ણ કરી ધાર્મિક સિદ્ધિ હાંસલ કરતાં પરિવાર જનો અને મુસ્લિમ સમાજ ના લોકો માં આનંદ ની લાગણી વર્તાઇ છે મુસ્લીમ સમાજ માં ઇસ્લામી ધર્મમાં અતિ મહત્ત્વપૂર્ણ ગણાતી કુરઆન હિફ્ઝની મહાન સિદ્ધિ હાફિઝ સૈયદમુહમ્મદ હસને પ્રાપ્ત કરી છે.જે બાળકે કરેલ સતત પરિશ્રમ, દૃઢ સંકલ્પ અને અલ્લાહ પર અડગ શ્રદ્ધાના બળે પવિત્ર કુરઆન સંપૂર્ણ રીતે યાદ કરી આ દરજ્જો મેળવ્યો છે.કુરઆનની તિલાવતની નૂરથી બાળક નુ વ્યક્તિત્વ ઉજળી ઉઠ્યું છે. કુરઆને કરીમ હિફજ કરવુ તે માત્ર ધાર્મિક અભ્યાસ નથી, પરંતુ સંયમ, શિસ્ત અને ઈમાનની કસોટી પણછે, જેમાં તે સફળ સાબિત થયા છે. આ સિદ્ધિને અલ્લાહની વિશેષ કૃપા તરીકે જોવામાં આવે છે.
ઇસ્લામી પરંપરા મુજબ હાફિઝ બનવું માત્ર વ્યક્તિગત ગૌરવ નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજ માટે ગર્વની બાબત ગણાય છે. માન્યતા મુજબ કિયામતના દિવસે કુરાને હાફિઝ કરનારા બાળકો ના માતા-પિતાને વિશેષ સન્માન પ્રાપ્ત થાય છે, જે કુરઆનની મહાન બક્ષિસ છે. આ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. ઈમાનના નૂરથી દિલ અને આત્માને ઉજળી રાખે છે પયગંબર સાહેબે બતાવેલા માર્ગ પર ચાલવાની ભાવના ને પોતાનુ જીવન કુરઆન સાથે જોડ્યું છે.
આ પ્રસંગે પરિવારજનો, સગાસંબંધીઓ અને ધાર્મિક આગેવાનો દ્વારા હાફિઝ સૈયદ મુહમ્મદ હસનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆઓ કરવામાં આવી હતી.





