આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રંગારંગ વાર્ષિકોત્સવ યોજાયો

10 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તા-10/02/2026 ના રોજ રંગારંગ વાર્ષિકોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં મહાનુભાવો એવા શ્રી વિકાસ ડી. રાતડા (પ્રાંત અધિકારીશ્રી, વિસનગર), શ્રી ડી.એફ.પટેલ (મામલતદારશ્રી અને એક્ઝયુકેટીવ મેજિસ્ટ્રેટ, વિસનગર), શ્રી ભૌમિક ચૌધરી (તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિસનગર) તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ વી. ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી તથા કેળવણી મંડળના હોદ્દેદારશ્રી ખુમજીભાઈ ચૌધરી, જેસંગભાઈ ચૌધરી (આંતરિક ઓડિટર), નારણભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના વરદ્દહસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ વી. ચૌધરીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો. ત્યારબાદ કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્વારા મહાનુભાવોનું બુકે, સાલ અને મોમેન્ટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા પ્રાસંગિક પ્રવચનમાં મહાનુભાવોએ “શિક્ષણ એ જ અમૂલ્ય ધન તથા શિક્ષણ થકી મનુષ્યનો સર્વાંગી વિકાસ” એ ઉક્તિને સાર્થક કરતું હૃદય સ્પર્શી પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ રંગારંગ વાર્ષિકોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાતીગળ સંસ્કૃતિ, સામાજીક અને ગ્રામીણ જીવન, માનવીય મૂલ્યો, પાણી એજ જીવન, , સ્ત્રી સશક્તિકરણ, દેશ ભક્તિ વગેરે થીમ આધારિત ગરબા, રાજસ્થાની નૃત્યો, થીમ ડાન્સ, શિવાજી થીમ ડાન્સ, પિરામીડ, એક પાત્રિય અભિનય વગેરે જેવા વિવિધાસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. જેને નિહાળીને મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીગણ તથા વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મહાનુભાવોના અને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓના વરદહસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં આભારવિધિ છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરીએ કરી હતી. આમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું.







