GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

 

MORBI:મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

 

મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે હાથ ધરાયેલી ત્રિમાસિક કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરી ઉપસ્થિતિમાં જિલ્લા બાળ સુરક્ષા સમિતિ અને બાળ કલ્યાણ સમિતિની ત્રિમાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો જિલ્લામાં બાળકોની સુરક્ષા અને તેમના સર્વાંગી કલ્યાણ માટે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ‘મિશન વાત્સલ્ય’ યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પાલક માતા-પિતા યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના અને પીએમ કેર ફોર ચિલ્ડ્રન (PM CARES for Children) યોજના હેઠળના લાભાર્થીઓની સ્થિતિ અને તેમને મળતા લાભો અંગે ગહન મંથન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જિલ્લાની બાળ સંભાળ સંસ્થાઓનું નિયમિત નિરીક્ષણ, ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ની સક્રિયતા અને દત્તક વિધાન પ્રક્રિયાની પ્રગતિ અંગે પણ અધિકારીઓ દ્વારા વિગતો રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં બાળકોના અધિકારો અને સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમિતિના અન્ય સભ્યોએ પણ બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે રચનાત્મક સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વાય.જે. જાડેજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. વિપુલ શેરશિયા તથા આરોગ્ય અને શ્રમ વિભાગ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!