GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીમાં ટ્રાફિક સમસ્યા: માળખાગત સુવિધાઓ અને નવા બ્રિજની તાતી જરૂરિયાત અંગે આવેદનપત્ર

 

MORBI મોરબીમાં ટ્રાફિક સમસ્યા: માળખાગત સુવિધાઓ અને નવા બ્રિજની તાતી જરૂરિયાત અંગે આવેદનપત્ર

 

 

મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિકની કથળતી જતી સ્થિતિને લઈને મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ ઝાલરીયા દ્વારા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. 4 જાન્યુઆરીના રોજ શનાળા-રાજપર રોડ પર બનેલી પથ્થરમારાની ઘટનાએ પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.
પ્રવાસી ગાડીઓ પર પથ્થરમારો: ઉચ્ચ સ્તરીય તપાસની માંગ
ગત તારીખ 04/01/2026ના રોજ રાત્રીના સમયે શનાળા-રાજપર રોડ પર અજાણ્યા શખ્સો દ્વારા પ્રવાસીઓની ગાડીઓ પર પથ્થરમારો કરી આતંક જેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. આ ગુનાહિત કૃત્ય બદલ સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા કડક તપાસ કરી દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવે પર શનાળા રાજપર ચોકડીથી લઈને શનાળા બાયપાસ સુધી દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને: ભગડા મામા મંદિર પાસે થતું અવેધ પાર્કિંગ.હાઇવે પર થયેલા ગેરકાયદેસર દબાણો અને અતિક્રમણ. નાગરિકોની માંગ છે કે આ દબાણો તાત્કાલિક દૂર કરી હાઇવેને ‘ક્લીન એન્ડ ક્લિયર’ કરવામાં આવે.

નવા ઓવરબ્રિજની તત્કાલ જરૂરિયાત મોરબીનો શહેરી વિસ્તાર હવે છેક શનાળા અને રવાપર સુધી વિસ્તરી ચુક્યો છે, ત્યારે ટ્રાફિકના કાયમી ઉકેલ માટે બે મુખ્ય સ્થળોએ નવા ઓવરબ્રિજ બનાવવાની માંગણી સનાળા રાજકોટ ચોકડી ભગડા મામા મંદિર પાસે તથા રવાપર સિદ્ધિવિનાયક સકૅલ પાસે આ બાબતે મોરબી જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિત ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન સુધી આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે કે લોકસુરક્ષા અને જનહિતમાં આ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કરવામાં આવે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં સ્થાનિકોમાં રોષ વધવાની શક્યતા છે.

Back to top button
error: Content is protected !!