
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવેલ છે. જે કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની કુલ ૧,૦૭,૩૧૭ જેટલી વસ્તીને આવરી લઈ DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ ૧૨ ફેબ્રુઆરી સુધી યોજાનાર છે.
નેત્રંગ તાલુકામાં આરોગ્યવિભાગના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન. સિંઘના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓની ૯૨ જેટલી ટીમ હાઉસ ટુ હાઉસ, ઈંટના ભટ્ટાઓ, જાહેર સ્થળ, ફરી ઉંમર પ્રમાણે નિયત ડોઝ રૂબરૂમાં ગળાવવામાં આવી રહ્યા છે. નેત્રંગ તાલુકામાં માસ ડ્રગ એડમીનીસ્ટેશનના પ્રથમ દીને ૩૬,૫૭૮ (૩૬.૭૮% ) નાગરિકોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં નેત્રંગ તાલુકાની ૧૫૦ આંગણવાડીના બાળકો, ૧૩૭ શાળાઓ તેમજ ૧ કોલેજના વિદ્યાર્થીઓને પણ આવરી લેવાયા છે. તાલુકાની વસ્તીને આવરી લઈ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલા આરોગ્ય કેન્દ્રો મારફતે તાલુકાના તમામ નાગરિકોને ડી.ઈ.સી. (DEC) અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત ગર્ભવતી સ્ત્રીઓ, બે વર્ષથી નીચેના બાળકો તથા ગંભીર બીમારીથી પીડાતા લોકો સિવાયના તમામ નાગરિકોને દવા લેવા અનુરોધ કરવામાં
આવે છે.



