GUJARATPANCHMAHALSHEHERA
શહેરાના શ્રી સ્વામિનારાયણ મંદિરે ભવ્ય પાટોત્સવ ઉજવાયો: મહાપૂજા અને અન્નકૂટના દર્શનનો ભક્તોએ લીધો લ્હાવો

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરનો વાર્ષિક પાટોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો, જેમાં સંતોના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ મંગલમય અવસરે ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શન માટે શહેરા ગામ સહિત આસપાસના વિસ્તારની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. ભક્તોએ મહાપૂજા અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.







