દાહોદ શહેરમાંથી માનસિક રીતે અસ્થિર મગજની મહિલાને પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ દાહોદ

તા.૧૧.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરમાંથી માનસિક રીતે અસ્થિર મગજની મહિલાને પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ દાહોદ
દાહોદ શહેરમાં બજારમાં ચા ની લારી પાસે એક મહિલા ભૂલે પડી ગયેલ હોય એવું લાગતા એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જણાવેલ કે આશરે 30 વર્ષીય બહેન બિનવારસી હાલતમાં મળી આવેલ છે તેમ જણાવતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન દાહોદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પીડિત બહેન જોડે વાતચીત કરતા પીડિત બહેન થોડા અંશે મૂંગા હોવાથી તેઓએ પોતાનું નામ પણ નથી જણાવતા પરંતુ પીડિત બહેને અભયમ ટીમ પર વિશ્વાસ આવતા તેઓએ ફક્ત તેમનું ગામનું નામ જણાવતા ટીમ દ્વારા સરપંચ નો સંપર્ક કરીને સરપંચ જોડે ટેલીફોનિક વાતચીત કરી પીડિત બહેનનો ફોટો whatsapp મારફતે મોકલી આપેલ જેથી સરપંચ ઓળખી જતા તેમને જણાવેલ કે તેઓએ મારાજ ગામના છે અને માનસિક રીતે અસ્થિર હોવાના કારણે ઘરેથી નીકળી જાય છે તેમ જણાવતા ટીમ દ્વારા આ પીડિત મહિલાને ગાડીમાં બેસાડી તેઓના લઈ ગયેલ લઈ ગયેલ ત્યાં તેમના પરિવારને મળીને ટીમ દ્વારા તેઓએ જોડે વાતચીત કરતા જાણવા મળેલ કે તેઓએ લગ્ન થઈ ગયેલ છે એક છોકરી પણ છે પરંતુ પીડિત બહેન મગજ થોડા અંશે અસ્થિર હોય તેથી ઘરેથી નીકળી જતા હોય તેમ જણાવતા ટીમ દ્વારા તેઓનું ધ્યાન રાખવા જણાવેલ અને પરિવારને સહી સલામત સોપતા પરિવાર દ્વારા અભયમ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે




