
તા.૧૧.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:ફતેપુરા તાલુકાના વટલી મુખ્ય શાળામાં વિશ્વ કૃમિનાશક દિવસ નિમિત્તે આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો
ફતેપુરા તાલુકાના વટલી ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળામાં વિશ્વ કૃમિનાશક દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓમાં કૃમિ સંક્રમણ અંગે જાગૃતિ લાવવા આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના સૂચન તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સુરેશ અમલિયારના માર્ગદર્શન હેઠળ આયોજિત થયો.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધવા હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર વટલીના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સાવિત્રીબેન બારીયા અને આરોગ્ય કર્મચારી રાજુભાઈ પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને કૃમિના કારણે થતી કુપોષણ અને એનિમિયા જેવી સમસ્યાઓ, થાક, તેમજ શારીરિક અને માનસિક વિકાસ પર થતી અસર અંગે માહિતી આપવામાં આવી. બાળકોને ખાસ કરીને ભોજન પહેલા અને શૌચાલય પછી સાબુથી હાથ ધોવા જેવી સ્વચ્છતા જાળવવાની સમજ આપવામાં આવી.કાર્યક્રમ દરમિયાન શાળાના તમામ વિદ્યાર્થીઓને કૃમિનાશક અલબેન્ડાઝોલ ગોળી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પ્રશ્નોતરી દ્વારા પોતાની સમજ વધારી





