દૂધમાં મોટું ગોટાળું પર્દાફાશ! વિજીલન્સ ચેકમાં શેરાઉ મહિલા મંડળીમાં ફેટ કૌભાંડ બહાર આવ્યું

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ તાલુકા વિસ્તારમાં દૂધ સંગ્રહ પ્રક્રિયામાં મોટું ગેરરીતી કૌભાંડ બહાર આવતા દૂધ સંઘમાં ચકચાર મચી ગઈ છે.તા. 30 અને 31 જાન્યુઆરી 2026 ના રોજ સંઘની વિજીલન્સ ટીમ દ્વારા શેરાઉ મહિલા મંડળી ખાતે CCTV કેમેરાની ચકાસણી દરમ્યાન ગંભીર ગેરરીતી સામે આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દૂધ લોડિંગ સમયે મંડળીના ટેસ્ટરો દ્વારા પહેલેથી જ ઉંચા ફેટવાળું દૂધનું સેમ્પલ અલગ રાખી, સંઘને મોકલાતા સત્તાવાર સેમ્પલ સાથે બદલી નાખવામાં આવતું હતું.રૂટના ડ્રાઈવર ઠાકોર અલ્કેશભાઈ રત્નાભાઈ ની પૂછપરછ કરતાં તેમણે સ્વીકાર્યું મંડળીના મંત્રી એ પોતાનો બચાવ કરી ટેસ્ટર પર નાખ્યું મંડળીના ટેસ્ટરો
ચૌધરી નરસિંહભાઈ નાગજીભાઈ ચૌધરી માધાભાઈ રાવતાભાઈસાથે મળીને સેમ્પલ બદલી કરવાની ગેરરીતી કરતા હતા. ડ્રાઈવર મુજબ, આ ગેરકાયદેસર કામ બદલ તેમને દર ટેસ્ટે રૂ. 300 આપવામાં આવતા હતા.
*//ગોટાળાનું મોડેલ?//*
મંડળી પર પહેલેથી જ વધારે ફેટવાળું દૂધનું સેમ્પલ રાખવામાં આવતું અને પછી સંઘને જતું મૂળ દૂધનું સેમ્પલ બદલી દેવામાં આવતું. પરિણામે મંડળીને વધુ ફેટ દર્શાવી વધારે ચૂકવણી મળતી હતી.
*//કડક પગલાં//*
સંઘ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ગોટાળા બદલ થયેલ નુકશાન અને પેનલ્ટીની સંપૂર્ણ રકમ રૂટના બીલમાંથી કપાઈ સંઘમાં જમા લેવામાં આવશે
દૂધમાં પાણી નહીં, હવે ફેટમાં પણ ખેલ! — વિશ્વાસને લાગ્યો ઝાટકો
આ ઘટનાએ ગ્રામ્ય દૂધ સંગ્રહ વ્યવસ્થામાં પારદર્શિતાના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હવે નજર રહેશે કે સંઘ કયા સ્તર સુધી કડક કાર્યવાહી કરે છે.




