ભવનાથના મેળામાં માનવતાની મહેક : ધખધખતા તાપમાં આદિત્ય ફાઉન્ડેશન-જૂનાગઢ દ્વારા લાખો શ્રદ્ધાળુઓને નિ:શુલ્ક છાશનું વિતરણ
સવારના 10 થી 5 ગરમી સામે રક્ષણ! આદિત્ય ફાઉન્ડેશનનો 'છાશ પ્રસાદ' શિવભક્તો માટે આશીર્વાદરૂપ બન્યો

સવારના 10 થી 5 ગરમી સામે રક્ષણ! આદિત્ય ફાઉન્ડેશનનો ‘છાશ પ્રસાદ’ શિવભક્તો માટે આશીર્વાદરૂપ બન્યો
જૂનાગઢ : ગિરનારની ગોદમાં યોજાતો પરંપરાગત મહા શિવરાત્રિનો મેળો અત્યારે પૂર્ણ જોશમાં ખીલ્યો છે. હજારો-લાખોની સંખ્યામાં ઉમટી પડતા શ્રદ્ધાળુઓ જ્યારે ભક્તિના રંગે રંગાયા છે, ત્યારે આકરા તાપ અને ગરમીમાં સેવાનું અમૃત પીરસવાનું કાર્ય આદિત્ય ફાઉન્ડેશન-જૂનાગઢ દ્વારા કરવામાં આવી રહ્યું છે.



![]()
![]()
ત્યારે મેળાના માર્ગો પર ઉમટતા યાત્રિકોને ગરમીથી રાહત મળે તેવા ઉમદા હેતુથી આદિત્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ ‘નિ:શુલ્ક છાશ વિતરણ’ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ભવનાથ ક્ષેત્રમાં જતાં શ્રદ્ધાળુઓ માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ સાબિત થયું છે.![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
સંસ્થાના સંચાલક ભરતભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા દર વર્ષે મેળા દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં છાશ અને પાણી વિતરણ એ તેમનો મુખ્ય સેવા યજ્ઞ છે. ત્યારે “મહાદેવના સાનિધ્યમાં આવતા હરેક ભક્તની સેવા કરવી એ જ અમારું લક્ષ્ય છે. ગરમીના સમયમાં શ્રદ્ધાળુઓને રાહત મળે તે હેતુથી અમે આ આયોજન કર્યું છે.”












