BANASKANTHAGUJARATKANKREJ

રાધનપુર કોલેજ દ્વારા NSS શિબિરનો પ્રારંભ કરાયો..

રાધનપુર કોલેજ દ્વારા NSS શિબિરનો પ્રારંભ કરાયો..

રાધનપુર કોલેજ દ્વારા NSS શિબિરનો પ્રારંભ કરાયો..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અને શ્રી હિંમત વિધાનગર અમર જ્યોત કેશન ટ્રસ્ટ રાધનપુર દ્વારા સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુરના NSS વિભાગની વાર્ષિક શિબિર કોલેજના આચાર્ય ડૉ.સી.એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ રાધનપુર તાલુકાના ગુલાબપુરા ગામે તા.11/02/26 થી 17/02/26 સુધી શરૂ થયેલ છે.જેની ઉદ્ઘાટન સમારોહ ગત રોજ તા.11/02/26ની સાંજે ટ્રસ્ટના ઉપપ્રમુખ ડો.નવીનભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. જેમાં કોલેજના આચાર્ય ડૉ.સી.એમ.ઠક્કરે સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા.રાધનપુર શહેરના જાણીતા તબીબ ડૉ.પ્રવીણ ઓઝા,ડૉ.પરેશ દરજી,ડૉ.વસંત ચૌધરી, મણિભાઈ ઠક્કર,સરપંચ દિવાળીબેન ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઑફિસર ડૉ.સુરેશ ઓઝાએ તેમજ આભાર દર્શન ડૉ.તુષાર વ્યાસે કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99785 21530

Back to top button
error: Content is protected !!