Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી’ સમિતિનું ગઠન

તા.૧૩/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
પ્રવાસનના વિકાસ કામો માટે સભ્ય સચિવ સહિત ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કમિટી કામગીરી કરશે
Rajkot: રાજકોટ જિલ્લાના મહત્વના પ્રવાસન સ્થળોના વિકાસાર્થે કાર્યરત જિલ્લા પ્રવાસન સમિતિના માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી’ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જેના સભ્ય સચિવ તરીકે જિલ્લા આયોજન અધિકારીશ્રી અથવા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા સ્થાપક સભ્યોની નોંધણી બાદ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓની ‘ગવર્નિંગ કાઉન્સિલ કમિટી’નું ગઠન કરવામાં આવશે. આ કમિટી દ્વારા પ્રવાસન સ્થળોના વિકાસ પ્લાન, સ્થળોની જાળવણી, તેમજ પ્રવાસનને વેગ આપવા માટે આનુષંગિક આયોજન અને કામગીરી હાથ ધરવામાં આવશે.
ઉપરાંત, કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બોડી’નું પણ ગઠન કરવામાં આવ્યું છે. જેમાં સભ્ય સચિવશ્રી સહિત સંબંધિત વિભાગના સભ્યો પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા, પ્રવાસીઓ તેમજ યાત્રાળુઓ માટે પર્યાપ્ત સુવિધાઓ, વ્યવસ્થાપન અને વિકાસ કામોના અમલીકરણમાં સહભાગી બનશે.



