GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાની અમરાપર પ્રાથમિક શાળાની દીકરીઓએ NMMS પરીક્ષામાં ગજવ્યું મેદાન: રાજ્યના ટોપ ૩૦ માં સ્થાન મેળવી ભવ્ય સફળતા

 

TANKARA:ટંકારાની અમરાપર પ્રાથમિક શાળાની દીકરીઓએ NMMS પરીક્ષામાં ગજવ્યું મેદાન: રાજ્યના ટોપ ૩૦ માં સ્થાન મેળવી ભવ્ય સફળતા

 

​ટંકારા: તાજેતરમાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે લેવાતી રાષ્ટ્રીય લેવલની શિષ્યવૃત્તિ પરીક્ષા NMMS (National Means cum Merit Scholarship) નું પરિણામ જાહેર થયું છે, જેમાં ટંકારા તાલુકાની અમરાપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરીને શાળા અને ગામનું નામ રોશન કર્યું છે.


​રાજ્યના ૨ લાખ પરીક્ષાર્થીઓ વચ્ચે ભવ્ય સિદ્ધિ:
આ વર્ષે યોજાયેલી NMMS ૨૦૨૬ની પરીક્ષામાં અમરાપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ખોરજીયા સારા ઇમરાનભાઇએ ૧૮૦ માંથી ૧૬૦ ગુણ મેળવીને રાજ્યના અંદાજે ૨ લાખ વિદ્યાર્થીઓમાંથી સંભવિત ટોપ ૩૦ માં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત, અન્ય એક વિદ્યાર્થીની બાદી ફિઝા ઈરફાનભાઈએ પણ ૧૩૮ ગુણ મેળવીને મેરિટ લિસ્ટમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે.

શાળાના આચાર્ય રાજેશભાઈ ગાંભવાના કુશળ માર્ગદર્શન હેઠળ ધોરણ ૬ થી ૮ ના શિક્ષકો રસિકભાઈ વિરમગામા (સામાજિક વિજ્ઞાન), ફાલ્ગુન આઈ. કાલરીયા (વિજ્ઞાન/ગણિત) અને અમિતભાઈ ફટાણીયા (ભાષા) દ્વારા વિદ્યાર્થીનીઓને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
​આ સફળતામાં ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો વાત્સલ્યભાઇ મનીપરા, રાજેશભાઈ દુદકિયા, કોમલબેન રાણીપા, રીટાબેન ભોજાની અને ભૂપેન્દ્રભાઈ જોશી સહિતના સમગ્ર સ્ટાફનો પણ મહત્વનો સહયોગ રહ્યો છે. સતત મહેનત અને યોગ્ય ગાઈડન્સને કારણે અમરાપર પ્રાથમિક શાળાએ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ જાળવી રાખ્યું છે.આ ભવ્ય સફળતા બદલ બંને તેજસ્વી વિદ્યાર્થીનીઓને અને શાળા પરિવારને ગ્રામજનો અને શિક્ષણ જગત તરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!