GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બજેટ ચર્ચા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

 

તારીખ ૧૪/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલના કોમર્સ વિભાગ દ્વારા તેમજ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર તથા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ બજેટ 2026 ની આર્થિક વિગતવાર ચર્ચા અને વ્યાખ્યાન નો કાર્યક્રમ તારીખ 13/2/2026 ને શુક્રવારના રોજ કોલેજના સેમિનાર હોલમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બજેટ પર વિસ્તારથી ચર્ચા કરવા માટે એમ.&વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હાલોલના અર્થશાસ્ત્ર વિભાગના સિનિયર અધ્યાપક ડૉ. વિઠ્ઠલભાઈ કે ભાલોડીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમ ગાન થી કરવામાં આવી હતી. ડાયસ પર બિરાજમાન મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું કોલેજના આચાર્ય ડૉ. કિશોર વ્યાસ તથા નોડેલ ઓફિસર ડૉ.અજય સોનીએ પુસ્તક અને પુષ્પગુચ્છ અર્પણ કરી વક્તાનું સ્વાગત કર્યું હતું ડૉ. ભાલોડિયાએ તેમના વક્તવ્યમાં બજેટ 2026 ના મુખ્ય પાસાઓ તેમજ નીતિ અને દિશા વિશે વિગતવાર રસાળ શૈલીમાં ચર્ચા કરી વિદ્યાર્થીઓને બજેટ અંગે જ્ઞાન આપ્યું હતું આ કાર્યક્રમનું કોમર્સ વિભાગના ડૉ.આકાશ દંતાણીએ સુચારુ સંચાલન કરી સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે આભાર વિધિ ડૉ. અજય સોની એ કરી સૌ કોઈનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!