MORBI:મોરબી જિલ્લાના મહેસૂલ અધિકારી નિખિલભાઈ જોષીને મામલતદાર તરીકે બઢતી: સુરેન્દ્રનગર ખાતે ‘ચીટનીશ ટુ કલેક્ટર’ તરીકે વરણી

MORBI:મોરબી જિલ્લાના મહેસૂલ અધિકારી નિખિલભાઈ જોષીને મામલતદાર તરીકે બઢતી: સુરેન્દ્રનગર ખાતે ‘ચીટનીશ ટુ કલેક્ટર’ તરીકે વરણી
મોરબી જિલ્લાના મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા અને વહીવટી કુશળતા ધરાવતા અધિકારી શ્રી નિખિલભાઈ જોષીને રાજ્ય સરકાર દ્વારા મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
હાલમાં ટંકારા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે કાર્યરત નિખિલભાઈ જોષીની સેવાઓની કદર રૂપે તેમને મામલતદાર કેડરમાં બઢતી આપી સુરેન્દ્રનગર જિલ્લામાં મૂકવામાં આવ્યા છે. તેઓ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે ‘ચીટનીશ ટુ કલેક્ટર’ (Chitnis to Collector) જેવી મહત્વની વહીવટી જવાબદારી સંભાળશે.તેમની આ સિદ્ધિ બદલ મહેસૂલ વિભાગના કર્મચારીઓ, મિત્ર વર્તુળ અને સ્નેહીજનો વાત્સલ્યમ્ સમાચાર ટીમ દ્વારા તેમને સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ મળીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ટંકારામાં તેમની કામગીરી પ્રશંસનીય રહી હતી અને હવે સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટમાં પણ તેઓ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.










