ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ – ધરોલા પ્રાથમિક શાળામાં ‘કેન્સર મુક્ત ભારત’ માટે હ્યુમન પાવર વોકેથોન યોજાઈ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – ધરોલા પ્રાથમિક શાળામાં ‘કેન્સર મુક્ત ભારત’ માટે હ્યુમન પાવર વોકેથોન યોજાઈ

મેઘરજ તાલુકાની ધરોલા પ્રાથમિક શાળામાં “કેન્સર મુક્ત ભારત” અભિયાન અંતર્ગત ‘હ્યુમન પાવર વોકેથોન 3.0’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આજના આધુનિક યુગમાં આરોગ્ય ક્ષેત્રે લેટેસ્ટ મેડિકલ ટેકનોલોજી, વહેલી તપાસની અદ્યતન પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક સંશોધનના કારણે કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડત વધુ મજબૂત બની છે. તેમ છતાં, સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવી, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અને યોગ્ય માહિતી લોકો સુધી પહોંચાડવી એટલી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે

ભારત સ્કાઉટ ગાઈડ સંઘ, સાબરકાંઠા–અરવલ્લીના ચીફ કમિશનર અતુલભાઈ દિક્ષિતના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સ્કાઉટ માસ્ટર જીવાભાઈ માલવીયા, રેન્જર કમિશનર સોનલબેન ડામોર, સ્કાઉટ માસ્ટર  મહેન્દ્રભાઈ કટારા તેમજ શાળાના આચાર્ય  જગદીશભાઈ સુવેરા અને શિક્ષક મોએજભાઈ સહિત સમગ્ર શિક્ષકવર્ગના સંયુક્ત સહયોગથી આયોજન સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવ્યું હતું.વોકેથોન દરમિયાન આદિવાસી સમાજના બાળકો, યુવાનો અને ગ્રામજનોમાં કેન્સરની વહેલી તપાસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે સાથે સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી, નિયમિત શારીરિક કસરત, તેમજ તમાકુ–ગુટકા જેવા હાનિકારક વ્યસનોના ત્યાગ અંગે વૈજ્ઞાનિક અને વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડાયો હતો.

Back to top button
error: Content is protected !!